ધાતુના બે સમાન ગોળાઓ $B$ અને $C$ પર સમાન વિદ્યુતભાર છે.જયારે આ બે ગોળાઓને એકબીજાથી અમુક અંતરે રાખવામાં આવે છે,ત્યારે તેમની વચ્ચે અપાકર્ષી બળ $F$ લાગે છે.હવે,આ ગોળાઓ જેવા જ એક ત્રીજા વિદ્યુતભાર રહિત ગોળાનો $B$ સાથે સ્પર્શ કરાવી છૂટો પાડવામાં આવે છે.ત્યારબાદ તેનો $C$ સાથે સ્પર્શ કરાવી છૂટો પાડવામાં આવે છે.ગોળા $B$ અને $C$ વચ્ચે લાગતું નવું અપાકર્ષણ બળ કેટલું હશે? (બંને ગોળા વચ્ચેનું અંતર બદલાતું નથી.)
$F/4$
$3F/4$
$F/8$
$3F/8$
સ્થિત વિધુતબળો માટેનો સંપાતપણાનો સિદ્ધાંત લખીને સમજાવો અને વ્યાપક સૂત્ર લખો.
હવામાં $r$ અંતરે રહેલા બે વિદ્યુતભાર પર લાગતું બળ $F$ છે.હવે $k$ ડાઇઇલેકિટ્રક ધરાવતા માધ્યમ મૂકવાથી લાગતું બળ કેટલું થાય?
$Cs\, Cl$ ના સામાન્ય સ્ફટકીના બંધારણમાં $Cs^+$ અને $Cl^-$ આયનો $bcc$ રચનામાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવાય છે. આઠ $Cs^+$ આયનોને લીધે $Cl^-$ આયન પર લાગતું ચોખ્ખું સ્થિતિ વિદ્યુત શાસ્ત્રનું બળ ....... છે.
હાઇડ્રોજન જેવા તંત્રમાં, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનાં કુલ્મબિય બળ અને ગુરુત્વકર્ષણ બળનો ગુણોત્તર . . . . .ના ક્રમનો હોય છે.
$y=1\, m , 2\, m , 4 \,m , 8\, m \ldots \ldots \ldots \ldots \ldots$ પર $1 \,\mu C$ વિદ્યૂતભાર મૂકવામાં આવે છે ઉગમબિંદુ પર $1 \,C$ વિદ્યૂતભાર પર લાગતું બળ $x \times 10^{3}\, N$ હોય તો $x=$ .........