$90$ $ pF$ જેટલું સંઘારકતા ધરાવતા એક સમાંતર પ્લેટ સંઘારકને $20$ $V$ $emf$ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે છે.$K = \frac{5}{3}$ જેટલો ડાઇઇલેકિટ્રક અચળાંક ધરાવતા ડાઇઇલેકિટ્રક પદાર્થને સંઘારકની બે પ્લેટોની વચ્ચે દાખલ કરવામાં આવે છે.પ્રેરિત વીજભારનું માન _______$n $ $C$ થશે.
$0.3$
$2.4$
$0.9$
$1.2$
$12\,pF$ કેપેસિટન્સ ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરને એક બેટરી વડે તેની બે પ્લેટો વચ્ચે $10\, V$ વિજસ્થિતિમાનના તફાવત સુધી ચાર્જ કરવામાં આવે છે. આ ચાર્જિંગ બેટરીને દૂર કરીને એક પોર્સેલિનના ચોસલા કે જેનો પરાવૈધૃતાંક (dielectric constant) $6.5$ છે તેને આ બે પ્લેટો વચ્ચે સરકાવવામાં આવે છે. આ કેપેસિટર વડે ચોસલા પર કેટલા .......$pJ$ કાર્ય થશે?
સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટ વચ્ચેનું અંતર $d$ , પ્લેટનું ક્ષેત્રફળ $A$ અને $K$ ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા દ્રવ્ય કેપેસીટરનું કેપેસીટન્સ $C_0$ છે. તેમાંથી ત્રીજા ભાગનું દ્રવ્ય $2K$ ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા દ્રવ્ય વડે બદલવામાં આવે છે, કે જેથી તેમાં પરિણામી બે કેપેસીટર એક $\frac{1}{3}\,A$ ક્ષેત્રફળવાળો ,જેનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક $2K$ અને બીજો $\frac{2}{3}\,A$ ક્ષેત્રફળવાળો ,જેનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક $K$ થાય.જો નવા કેપેસીટરનો કેપેસીટન્સ $C$ હોય તો $\frac{C}{{{C_0}}}$ નો ગુણોત્તર કેટલો થાય?
એક સમાંતર પ્લેટ કેપેસીટરના $A$ પ્લેટનું ક્ષેત્રફળ ધરાવતી પ્લેટ એકબીજાથી $d$ જેટલા અંતરથી અલગ કરેલ છે. $\frac A2$ક્ષેત્રફળ અને $\frac d2$ જાડાઈ ધરાવતા બે ${K}_{1}$ અને ${K}_{2}$ ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા સ્લેબને પ્લેટો વચ્ચે જગ્યામાં દાખલ કરવામાં આવે છે. તો આ કેપેસીટરનું કેપેસીટન્સ કેટલું થશે?
ધ્રુવીભવનનું પ્રમાણ શેના પર આધારિત છે ?
બે સમાન ભારિત ગોળાઓ સમાન લંબાઈની દોરી વડે લટકાવેલા છે. દોરી એકબીજાથી $\theta$ કોણે છે. જ્યારે તેમને પાણીમાં લટકાવીએ, કોણ સમાન રહે છે. જો ગોળાના દ્રવ્યની ધનતા $1.5 \mathrm{~g} / \mathrm{cc}$ હોય તો પાણીનો ડાયઈલેક્ટ્રિક અચળાંક________હશે. ( પાણીની ઘનતા $=1 \mathrm{~g} / \mathrm{cc}$ લો.)