એક કણ એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનો સ્થાન સદિશ $\overrightarrow {\;r} = cos\omega t\,\hat x + sin\omega t\,\hat y$ અનુસાર આપવામાં આવે છે.અહીં $\omega $ અચળાંક છે. નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે?
વેગ અને પ્રવેગ બંને $\overrightarrow {r} $ ને સમાંતર છે.
$\overrightarrow {r}$ એ વેગને લંબરૂપે છે તથા પ્રવેગ એ ઉગમ તરફની દિશામાં છે.
$\overrightarrow {r} $ એ વેગને લંબરૂપે છે તથા પ્રવેગ એ ઉગમથી દૂર તરફની દિશામાં છે.
વેગ અને પ્રવેગ બંને $\overrightarrow {r} $ ને લંબરૂપે છે.
એક સાઈકલ-સવાર $27\, km/h$ ની ઝડપથી સાઇકલ ચલાવી રહ્યો છે. જેવો તે રસ્તા પર $80 \,m$ ત્રિજ્યાના વર્તુળાકાર વળાંક પર પહોંચે તેવો તે, બ્રેક લગાવી દરેક સેકન્ડે પોતાની ઝડપ $0.50 \,m/s$ ના એક સમાન દરથી ઓછી કરે છે. વર્તુળાકાર પથ પર સાઇકલ-સવારના ચોખ્ખા પ્રવેગનું મૂલ્ય તથા દિશા શોધો.
સ્થિર સ્થિતિમાંથી $5 \,sec$ માં $20 \,rad/sec$ નો કોણીય વેગ પ્રાપ્ત કરવા પૈડાએ કેટલા પરિભ્રમણ પૂર્ણ કરવા પડે?
આકૃતિમાં $M=100gm$ દળનો પદાર્થ $2/\pi$ પરિભ્રમણ$/sec$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે, તો દોરીએ શિરોલંબ સાથે કેટલો ખૂણો બનાવ્યો હશે?$(g = 10\;m/{\sec ^2})$
$20 \,cm$ ત્રિજયામાં ભ્રમણ કરતાં પદાર્થનું કેન્દ્રગામી બળ $10 \,N$ હોય, તો તેની ગતિઊર્જા કેટલા ..........$Joule$ થાય?
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $ R=2.5\; m$ ત્રિજયાના વર્તુળાકાર પથ પર સમઘડી દિશામાં ગતિ કરતાં કોઇ કણનો કોઇ પણ સમયે કુલ પ્રવેગ $a= 15\; m/s^2 $ થી આપવામાં આવે છે. આ કણની ઝડપ ($m/s$ માં) કેટલી હશે?