અચુંબકીય ડાઈઇલેક્ટ્રિક માધ્યમમાં સમતલીય વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર $\vec E\, = \,{\vec E_0}\,(4 \times {10^{ - 7}}\,x - 50t)$ મુજબ આપવામાં આવે છે, જ્યાં અંતર મીટરમાં અને સમય સેકન્ડમાં છે. તો આ માધ્યમનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?
$2.4$
$5.8$
$8.2$
$4.8$
એક વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ $25MHz$ છે. આ તરંગમાં કોઈ સમયે કોઈ બિંદુએ વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય $ 6.3VM^{-1}$ હોય તો તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ..... $Wb/m^{2} $ છે.
${\varepsilon _0}$ અને ${\mu _0}$ એ અનુક્રમે શૂન્યાવકાશમાં વિદ્યુત પરમિટિવિટી અને ચુંબકીય પરમીએબીલીટી છે. માધ્યમમાં તેને અનુરૂપ રાશિ $\varepsilon $ અને $\mu $ હોય, તો માધ્યમનો વક્રીભવનાંક શું થાય?
એક એન્ટીનાને $6.25$ જેટલો ડાયઈલેકટ્રીક ધરાવતા ડાઈલેકટ્રીક માધ્યમમાં મૂકવામાં આવે છે. જો આ એન્ટીનાની મહત્તમ લંબાઈ $5.0\, mm$ હોય તો તે......... જેટલી ન્યૂનતમ આવૃત્તિનું સિગ્નલ વિકેરીત કરી શકશે.
(ડાયઈલેકટ્રીક માધ્યમ માટે $\mu_{ r }=1$ આપેલ છે)
એક ધાતુમાં $X-$ દિશામાં $J_x$ ઘનતા ધરાવતો પ્રવાહ વહે છે તેને $B_z$ ($z-$ દિશામાં)જેટલા ચુંબકીયક્ષેત્રમાં મુકેલ છે. તેમાં $Y-$દિશામાં $E_y$ જેટલું વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન થાય છે જે $J_x$ અને $B_z$ ના સમપ્રમાણમાં છે.તો તેના માટેના સમપ્રમાણતા અચળાંકનો $SI$ એકમ શું થશે?
$x$-દિશામાં ગતિ કરતા વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઈ $8 \,mm$ છે. $y$-દિશિામાં ગતિ કરતા વિદ્યુતક્ષેત્રને $60 \,Vm ^{-1}$ જેટલું મહત્તમ વિદ્યુતક્ષેત્ર છે. જો વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં ગતિ કરતું હોય તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો માટે યોગ્ય સમીકરણ પસંદ કરો