પૂર્વ તરફ ગતિ કરતો એક ઘન વિદ્યુતભારિત થયેલ કણ એક ઉપરની દિશામાં પ્રવર્તતા ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે છે. તો કણ....
ઉપરની દિશામાં વિચલન થાય
વધતી ઝડપથી વર્તુળમય ગતિ કરે
ઝડપ બદલાયા વગર વર્તુળમય ગતિ કરે
પૂર્વ દિશામાં ગતિ શરૂ રાખે
$y=0$ અને $y = d$ વચ્ચેનો વિસ્તાર ચુંબકીય ક્ષેત્ર $\vec B = B\hat z$ ધરાવે છે. $m$ દળ અને $q$ વિજભાર ધરાવતો એક કણ $\vec v = v\hat i$ વેગથી આ વિસ્તારમાં પ્રવેશે છે. જો $d = \frac{{mv}}{{2qB}}$ , હોય તો આ વિસ્તારની બીજી બાજુએ નિર્ગમન બિંદુએ વિજભારીત કણનો પ્રવેગ કેટલો હશે?
વિધુતક્ષેત્ર અને તેનું ઉદગમ તથા ચુંબકીયક્ષેત્ર અને તેનાં ઉદગમની સમજૂતી આપો.
સમાન ગતિઊર્જા ધરાવતા બે વિદ્યુતભારિત કણો ગતિની દિશાને લંબરૂપે રહેલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કરાવવામાં આવે છે. જે તેમના વર્તુળાકાર પથોની ત્રિજ્યાઓનો ગુણોત્તર $6: 5$ હોય અને તેમના દળોનો ગુણોત્તર $9: 4$ હોય, તો તેમના પરના વીજભારોનો ગુણોત્તર $......$ થશે.
ટેસ્લા શેનો એકમ છે?
ઇલેક્ટ્રોન ચુંબકીયતંત્ર $2 \times 10^{-3}\,Wb/m^2$ અને વિદ્યુતતંત્ર $1.0 \times 10^4\,V/m$માં વિચલન થયા વગર પસાર થાય છે,જો વિદ્યુતતંત્ર દૂર કરવામાં આવે તો વેગ અને વર્તુળપથની ત્રિજ્યા .....