વેગ $v$ અને શિરોલંબ સાથે ખૂણો $\theta$ બને તેમ પદાર્થને પ્રક્ષેપિત કરવામાં આવે છે ત્યારે તે મહત્તમ ઊંચાઈ $H$ પ્રાપ્ત કરે છે જ્યાં સુધી પદાર્થ હવામાં છે તે સમય અંતરાલ કેટલો હશે?
$\sqrt {H\,\cos \,\theta /g} $
$\sqrt {2H\,\cos \,\theta /g} $
$\sqrt {4H/g} $
$\sqrt {8H/g} $
પ્રક્ષિપ્ત પદાર્થો પ્રાપ્ત કરેલ અવધિ માટેનું સૂત્ર મેળવો અને મહત્તમ અવધિનું સૂત્ર મેળવો.
કોઈ પ્રક્ષિપ્ત ગતિ કરતાં પદાર્થે કાપેલ સમક્ષિતિજ અંતર તેને પ્રાપ્ત કરેલી મહતમ ઊંચાઈ કરતાં ચાર ગણું હોય તો તેને કેટલાના ખૂણે પ્રક્ષિપ્ત કરેલ હશે?
પ્રક્ષિપ્ત કરેલા પદાર્થની અવધિ અને ઊંચાઇ સમાન હોય તો પ્રક્ષિપ્ત કોણ કેટલો હશે?
જો એક પદાર્થ $A$ દળ $M$ ને સમક્ષિતિજ સાથે $30^o$ ના ખૂણા પર $v$ વેગથી ફેકવામાં આવે અને બીજા સમાન દળના પદાર્થ $B$ ને સમક્ષિતિજ સાથે $60^o$ ના ખૂણા પર સમાન ઝડપથી ફેકવામાં આવે છે. $A$ અને $B$ ની અવધિઓનો ગુણોત્તર કેટલો થાય?
પ્રક્ષિપ્ત પદાર્થની ગતિમાં આપણે હવાના અવરોધને અવગણીએ છીએ જેથી પરવલયાકાર ગતિપથ મળે છે. જો હવાના અવરોધને ગણતરીમાં લઈએ તો આ ગતિપથ કેવો મળશે ? અને તેનો ગતિપથ પણ દોરો. આવો ગતિપથ દર્શાવવા માટેનું કારણ આપો.