બે પદાર્થોને $\theta $ અને $(90^o -\theta )$ ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, તો તેમના ઉડ્યન માટે લાગતા સમયનો ગુણોત્તર શોધો.
$T _{1}=\frac{2 v_{0} \sin \theta_{0}}{g}$
$T _{2}=\frac{2 v_{0} \sin \left(90^{\circ}-\theta_{0}\right)}{g}=\frac{2 v_{0} \cos \theta}{g}$
$\therefore \frac{ T _{1}}{ T _{2}}=\frac{\sin \theta}{\cos \theta}=\tan \theta: 1$
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દડાને $O$ બિંદુથી પ્રક્ષેપિત કરવામાં આવે છે તો તે જમીન પર કેટલા સમય પછી નીચે પડશે? ( $g=$ $\left.10 \,m / s ^2\right)$
કણને $O$ બિંદુથી $u$ વેગથી સમક્ષિતીજ સાથે $\alpha$ ખૂણે ફેકવામા આવે છે જો તે $P$ બિંદુ પાસે તેના વેગની દિશા શરૂઆતની વેગની દિશાને લંબ હોય તો $O$ થી $P$ બિંદુ સુઘી પહોંચતા કેટલો સમય લાગે?
$100\,g$ દળ ધરાવતા કણને $t =0$ સમયે સમક્ષિતિજ સાથે $45^{\circ}$ ના કોણે $20\,ms ^{-1}$ ની ઝડપથી પ્રક્ષિમ કરવામાં આવે છે (આકૃતિ જુઓ).પ્રારંભિક બિંદુને અનુલક્ષીને $t=2\,s$ સમયે કણના કોણીય વેગમાનનું મૂલ્ય $K^{1 / 2}\,kg - m ^2 / s$. આવે છે.તો $K$ નુ મૂલ્ય $..........$ થશે.($\left.g =10\,ms ^{-2}\right)$ લો)
બે પદાર્થને સમાન વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જો તેમના પ્રક્ષિપ્તકોણ અનુક્રમે $30^o$ અને $60^o$ હોય તો તેમણે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર કેટલો હશે?
બંદૂકમાંથી સમક્ષિતિજ સાથે $30^o$ ના કોણે છોડેલી ગોળી જમીનને $3.0\, km$ દૂર અથડાય છે. પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય ગોઠવીને આપણે $5.0\, km$ દૂર આવેલા લક્ષ્ય પર ગોળી મારી શકીએ ? ગણતરી કરીને જણાવો. હવાનો અવરોધ અવગણો.