એક પ્રોટોન, એક ડયુટેરોન અને એક $\alpha -$ કણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં સમાન વેગમાન સાથે ગતિ કરે છે. તેમના પર લાગતા ચુંબકીય બળોનો અને તેમની ઝડપનો ગુણોત્તર, આપેલ ક્રમમાં, અનુક્રમે .......... અને ........... છે.

  • [JEE MAIN 2021]
  • A

    $1: 2: 4$ અને $2: 1: 1$

  • B

    $2: 1: 1$ અને $4: 2: 1$

  • C

    $4: 2: 1$ અને $2: 1: 1$

  • D

    $1: 2: 4$ અને $1: 1: 2$

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અતિ લાંબા સુરેખ વાહક તારમાં $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. કોઈ એક ક્ષણે $P$ બિંદુ પાસે $+q$ વિદ્યુતભારનો વેગ $\vec v$ ધન $X$ દિશામાં છે, તો વિદ્યુતભાર પર લાગતું બળ કઈ દિશામાં હશે?

  • [AIPMT 2005]

જ્યારે સ્થિર પ્રોટોનને રૂમમાં મુકત કરતા તે પ્રારંભિક પ્રવેગ $ a_0$  સાથે પશ્વિમ તરફ ગતિ કરે છે. જયારે તેને $v_0$ જેટલી ઝડપથી ઉત્તર તરફ પ્રક્ષેપિત કરવામાં આવે છે, તે $ 3a_0$ જેટલાં પ્રારંભિક પ્રવેગથી પશ્વિમ તરફ ગતિ કરે છે. રૂમમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો કેટલા હશે?

  • [AIPMT 2013]

ઇલેક્ટ્રૉનના જેટલો જ વીજભાર ધરાવતો એક કણ $0.5\, cm$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર $0.5\,T$ ચુંબકીય ક્ષેત્રની અસર નીચે ગતિ કરે છે. જો $100\, V/m$ નું વિદ્યુત ક્ષેત્ર તેને સુરેખ પથ પર ગતિ કરાવે, તો આ કણનું દ્રવ્યમાન કેટલું હશે?

(ઇલેક્ટ્રૉનનો વિજભાર $=1.6 \times 10^{-19}\,C$)

  • [JEE MAIN 2019]

$\alpha$ કણ અન પ્રોટોન સમાન વેગથી સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થતાં તેના વર્તુળાકાર પથની ત્રિજ્યાનો ગુણોતર .....  .

  • [AIIMS 2004]

લોરેન્ટઝ બળ એટલે શું ? તેના માટેનું સૂત્ર લખો.