$R$ ત્રિજ્યા ધરાવતા લાંબા સોલેનોઈડની અંદર અક્ષ પર એક ઇલેક્ટ્રોન ગન મૂકવામાં આવેલ છે. સોલેનોઈડમાં એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા $n$ અને વહેતો પ્રવાહ $I$ છે.ઇલેક્ટ્રોન ગન સોલેનોઈડમાં ત્રિજયવર્તી દિશામાં   $v$ વેગથી ઇલેક્ટ્રોન છોડે છે. જો ઇલેક્ટ્રોન સોલેનોઈડની સપાટી પર પહોચે નહીં તે માટે તેનો મહત્તમ વેગ $v$ કેટલો હોવો જોઈએ?

830-1302

  • [JEE MAIN 2020]
  • A

    $\frac{\mathrm{e} \mu_{0} \mathrm{nIR}}{\mathrm{m}}$

  • B

    $\frac{\mathrm{e} \mu_{0} \mathrm{nIR}}{2 \mathrm{m}}$

  • C

    $\frac{2 \mathrm{e} \mu_{0} \mathrm{nIR}}{\mathrm{m}}$

  • D

    $\frac{\mathrm{e} \mu_{0} \mathrm{nIR}}{4 \mathrm{m}}$

Similar Questions

હેલ્મહોલ્ટઝ ગૂંચળાઓની મદદથી નાનાવિસ્તારમાં $0.75 \;T$ મૂલ્યનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવ્યું છે.આ જ વિસ્તારમાં, ગૂંચળાઓની સામાન્ય અક્ષને લંબ રૂપે નિયમિત સ્થિરવિદ્યુતક્ષેત્ર જાળવી રાખવામાં આવે છે. $15\; kV$ વડે પ્રવેગિત થયેલ (એક જ પ્રકારના) વિદ્યુતભારિત કણોની એક સાંકડી કિરણાવલી આ વિસ્તારમાં બંને ગૂંચળાઓની અક્ષ તથા સ્થિર વિદ્યુતક્ષેત્ર બંનેને લંબરૂપે દાખલ થાય છે. જો $9.0 \times 10^{-5} \;V m ^{-1}$ જેટલા સ્થિર વિદ્યુતક્ષેત્રમાં આ કિરણાવલી આવર્તન ન અનુભવે તો વિચારો કે આ કિરણાવલી શાની બનેલી હશે? શા માટે જવાબ અજોડ નથી?

બે ટોરોઈડ $1$ અને $2$ માં $200$ અને $100 $ આંટા છે જેની સરેરાશ ત્રિજ્યા અનુક્રમે $40\; \mathrm{cm}$ અને $20\; \mathrm{cm}$ છે. જો તેમાંથી સમાન પ્રવાહ $i$ પસાર થતો હોય તો બે લૂપને સમાંતર પસાર થતાં ચુંબકીયક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?

  • [NEET 2019]

$16\times10^{-16}\, C$ વિજભાર ધરાવતો કણ $10\, ms^{-1}$ ના વેગથી $x-$ દિશામાં એક ક્ષેત્રમાં દાખલ થાય છે. જ્યાં ચુંબકીય ક્ષેત્ર $\vec B$ એ $y-$ દિશામાં અને $10^4\, Vm^{-1}$ મૂલ્યનું વિદ્યુતક્ષેત્ર $z-$દિશામાં પ્રવર્તે છે. જો કણ $x-$દિશામાં ગતિ કરવાનું શરૂ રાખે તો ચુંબકીયક્ષેત્ર $\vec B$ નું મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2013]

$q$ વિદ્યુતભાર અને $m$ દળ ધરાવતો કણ $x-$ અક્ષની દિશામાં $v$ વેગથી ગતિ કરે છે.તો કઇ આકૃતિમાં કણ પર લાગતું બળ શૂન્ય થાય?

એક ઈલેકટ્રોનને અયળ વેગ સાથે સુરેખ સોલેનોઈડ વીજપ્રવાહ ધારીત અક્ષ પર ગતિ કરે છે.

$A$. ઈલેકટ્રોન સોલેનોઈડ અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર અનુભવશે.

$B$. ઈલેકટ્રોન ચુંબકીય બળ અનુભવતો નથી .

$C$. ઈલેકટ્રોન સોલેનાઈડ અક્ષ પર ગતિ કરે છે.

$D$. ઈલેકટ્રોન સોલેનાઈડની અક્ષ પર પ્રવેગિત થાય છે.

$E$. ઈલેકટ્રોન સોલેનાઈડની અંદરની બાજુએ પરવલય માર્ગને અનુસરે છે.

નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • [JEE MAIN 2023]