પ્રોટોન અને $\alpha$ ની ગતિઉર્જા $K _{ p }$ અને $K _{\alpha}$ છે. તે ચુંબકીયક્ષેત્રમાં લંબ દાખલ થતાં ત્રિજ્યાના ગુણોતર $2: 1 $ છે તો ગતિઉર્જાનો ગુણોતર $K _{ p }: K _{\alpha}$ શું હશે
$1:8$
$8:1$
$1:4$
$4:1$
એક પ્રોટોન અને એક આલ્ફા કણ, સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ માં તેને લંબરૂપે ગતિ કરતાં પ્રવેશ કરે છે. જો બંને કણો માટે, વર્તુળાકાર કક્ષા માટેની ત્રિજયા સમાન હોય અને પ્રોટોન દ્વારા મેળવાતી ગતિઊર્જા $ 1 \,MeV$ હોય, તો આલ્ફા કણ દ્વારા મેળવાતી ગતિઊર્જા $MeV$ માં કેટલી હશે?
$2\,\mu C$ વિજભાર ધરાવતો કણ $y-$દિશામાં $2\, T$ જેટલા ચુંબકીયક્ષેત્રમાં $\left( {2\hat i + 3\hat j} \right) \times {10^6}\,m{s^{ - 1}}$ ના વેગથી ગતિ કરતો હોય તો તેના પર કેટલું ચુંબકીય બળ લાગતું હશે?
બે ખુબજ નજીકથી વીંટાળેલા વર્તુળાકાર ગૂંચળાઓ $A$ અને $B$ કે જેમની ત્રિજ્યાઓ અનુક્રમે $r_A=10\,cm$ અને $r_B=20\,cm$ છે, ની સાથે સંકળાયેલ ચુંબકીય ચાક્માત્રાઓ સમાન થશે, જો $.......$ હશે. $(N_A,I_A$ અને $N_B,I_B$ અનુક્રમે $A$ અને $B$ ગૂંચળામાં આંટાની સંખ્યા અને પ્રવાહ છે.)
સમાન ગતિ ઊર્જાના પ્રોટોન, ડયુટેરોન અને આલ્ફા કણ અચળ ચુંબકીય ક્ષેત્રમાં વર્તૂળાકાર પથમાં ગતિ કરી રહયા છે. પ્રોટોન, ડયુટેરોન અને $\alpha $-કણની ત્રિજ્યાઓ અનુક્રમે $r_p, r_d$ અને $r_{\alpha}$ છે. નીચેને કયો સંબંધ સાચો છે :
વેગ $\mathrm{v}$ પર આધારિત ચુંબકીય બળ જડત્વીય નિર્દેશ ફ્રેમ પર આધાર રાખે છે, તો ચુંબકીય બળ જુદી જુદી જડત્વીય ફ્રેમમાં અલગ ગણી શકાય ? જુદી જુદી નિર્દેશ ફ્રેમમાં પરિણામી પ્રવેગના મૂલ્યો જુદા જુદા હોય તે વ્યાજબી છે ? સમજૂતી આપો?