પ્રોટોનનું દળ $1.67 \times 10^{-27} kg$ અને તેનો ચાર્જ $+1.6 \times 10^{-19} C$ છે. દસ લાખ વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનનાં તફાવતે જો તેને પ્રવેગીત કરવામાં આવે તો તેની ગતિઊર્જા $\dots\dots J$ થશે.
$1.6 \times 10^{-15}$
$1.6 \times 10^{-13}$
$1.6 \times 10^{-21}$
$3.2 \times 10^{-13}$
$(a)$ $4 \times 10^{-7}\,C$ વિદ્યુતભારથી $9\, cm$ દૂર આવેલા $P$ બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો.
$(b)$ તે પરથી $2\times 10^{-9}\,C$ વિદ્યુતભારને અનંત અંતરેથી $P$ બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. શું જવાબ વિદ્યુતભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે ?
આકૃતિ માં દર્શાવ્યા મુજબ $d$ બાજુવાળા ચોરસ $ABCD$ ના શિરોબિંદુઓ પર ચાર વિદ્યુતભારો ગોઠવેલ છે. $(a)$ આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. $(b)$ ચાર વિદ્યુતભારોને તે શિરોબિંદુઓ પર જકડી રાખીને વિદ્યુતભાર $q_0$ ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે. આ માટે વધારાનું કેટલું કાર્ય જરૂરી છે ?
એક પ્રોટોન $1 \,V$ ના સ્થિતિમાનના તફાવત સાથે પ્રવેગીત થાય છે. તો પ્રોટોનની $KE +$.......$eV$ હશે.
બે બિંદુઓ $P$ અને $Q$ આગળ વિદ્યુતસ્થિતિમાનમાં મૂલ્યો અનુક્રમે $10\; V$ અને $-4 \;V$ છે. તો $100$ ઈલેક્ટ્રોનને બિંદુ $P$ થી $Q$ પર લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?
$r$ ત્રિજયા ધરાવતી સપાટીના કેન્દ્ર પર $q_2$ વિદ્યુતભાર મૂકેલો છે. તો $q_1$ વિદ્યુતભારને વર્તુળાકાર માર્ગ પર એક ભ્રમણ કરાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?