$r$ ત્રિજયા ધરાવતી સપાટીના કેન્દ્ર પર $q_2$ વિદ્યુતભાર મૂકેલો છે. તો $q_1$ વિદ્યુતભારને વર્તુળાકાર માર્ગ પર એક ભ્રમણ કરાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?

  • [AIPMT 1994]
  • A

    $\frac{1}{4 \pi \varepsilon_{0}} \times \frac{q_{1} q_{2}}{r^{2}}$

  • B

    શૂન્ય

  • C

    $\frac{1}{4 \pi \varepsilon_{0}} \times \frac{q_{1} q_{2}}{r}$

  • D

    અનંત

Similar Questions

એક સમબાજુ ત્રિકોણનાં શિરોબિંદુઓ પર અનુક્રમે $q,q$ અને $-2 q$ જેટલો વિદ્યુતભાર રાખેલ છે. સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ $L$ છે. કોઈપણ પ્રકારની પ્રવેગરહિત ગતિ દ્વારા આા ત્રણેય વિદ્યુતભારને એકબીજાથી દૂર કરવા માટે બાહ્ય ચાર્જ દ્વારા કરવામાં આવતું કાર્ય કેટલું થશે?

આકૃતિમાં કિરણ વડે દર્શાવેલ પથ પરથી $2\ \mu C$ નો વિદ્યુતભાર $B$ થી $C$ બિંદુએ પહોચે છે. તો થતું કાર્ય ........$J$ ગણો.

$(a)$ $4 \times 10^{-7}\,C$ વિદ્યુતભારથી $9\, cm$ દૂર આવેલા $P$ બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો.

$(b)$ તે પરથી $2\times 10^{-9}\,C$ વિદ્યુતભારને અનંત અંતરેથી $P$ બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. શું જવાબ વિદ્યુતભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે ? 

એક કણ $A$ અનો વિદ્યુતભાર $+q$ અને $B$ નો વિદ્યુતભાર $+9\ q$ છે. પ્રત્યેક કણનું દળ $m$ સમાન છે. જો બંને કણોને સ્થિર સ્થિતિએથી સમાન સ્થિતિમાન તફાવત સાથે છોડવામાં આવે તો તેઓની ઝડપનો ગુણોત્તર ....... હશે.

અવકાશમાં બિંદુ $P$ આગળ $1\,\mu C$ વિદ્યુતભાર ધરાવતો કણ $A$ છે $P$ બિંદુથી $1\,mm$ દૂર $4\,\mu g$ દળ અને $A$ જેટલો વિદ્યુતભાર ધરાવતો કણ $B$ છે.જો $B$ ને મુક્ત કરવામાં આવે તો $P$ થી $9\,mm$ તેનો અંતરે તેનો વેગ કેટલો થશે? [ $\frac{1}{{4\pi {\varepsilon _0}}} = 9 \times {10^9}\,N{m^2}{C^{ - 2}}$ ]

  • [JEE MAIN 2019]