ઉગમબિંદુથી $R_o$ અંતરે એક સમાન ગોલીય સંમિતિ ધરાવતી પૃષ્ઠ વિધુતભાર ઘનતા રહેલ છે. વિદ્યુતભાર વિતરણ પ્રારંભમાં સ્થિર છે, અને પછી તેનું પરસ્પર અપાકર્ષણ થવાને કરાણે સમાન રીતે વિસ્તરણ થાય છે. વિસ્તરણ માટે તેની તત્ક્ષણિક ત્રિજ્યા $R(t)$ ના વિધેય તરીકે ઝડપ $V(R(t))$ ને રજુ કરતી આકૃતિ નીચેનામાથી કઈ છે.
ઉગમ બિંદુએે કેન્દ્ર હોય તેવી $y-z$ સમતલમાં રહેલી રીંગ (વલય) પર ધન ચાર્જ છે. જો ઉગમ બિંદુ પર રહેલો પરિક્ષા ચાર્જ $q_0$ ને $x$ અક્ષની સાપેક્ષે ગતી કરવા દેવામાં આવે તો તેની ઝડપ કેવી હશે ?
બે બિંદુવત વિદ્યુતભારો $x-$ અક્ષ પર આવેલા છે. $x = 0$ આગળ $q_1$ =$ -1\ \mu C$ અને $x = 1\, m$ આગળ $q_2$ =$ +1\ \mu C$. ત્રીજા વિદ્યુતભાર $q_3$ = $+1\ \mu C$ કે જે અનંત અંતરેથી $x = 2\ m$ સુધી આવે છે તેના વડે થતું કાર્ય શોધો.
બે અલગ કરેલી (અવાહકીય) પ્લેટોને સમાન રીતે એવી રીતે વિદ્યુતભારીત કરેલ છે. કે જેથી તેમની વચ્ચેનો સ્થિતિમાન તફાવત $V_2$ - $V_1$ = $20\ V$. પ્લેટ $2$ ઉંચા સ્થિતિમાન છે. પ્લેટોને $= 0.1\ m$ અંતરે અલગ કરેલી અનંત રીત વિશાળ (વિસ્તૃત) ગણી શકાય છે. પ્લેટ $1$ ની અંદરની પસાર પર સ્થિત સ્થિતિએ રહેલા એક ઈલેકટ્રોનને મુક્ત કરવામાં આવે છે. જે જ્યારે પ્લેટને અથડાય ત્યારે તેની ઝડપ કેટલી છે.
$ (e = 1.6 × 10^{-19}\ C, m_0= 9.11 × 10^{-31}\ kg)$
એક સરખું દળ $m$ ધરાવતા બે કણ,અનુક્રમે $A$ પર $+q$ જેટલો વિદ્યુતભાર છે અને $B$ પર $+4 q$ જેટલો વિદ્યુતભાર છે. સ્થિર બનેને મુક્ત પતન કરવા દેવામાં આવે તો તેમની ઝડપનો ગુણોતર $\frac{V_A}{V_B}$ કેટલો થાય?
આકૃતિઓ $(a)$ અને $(b)$ અનુક્રમે ધન અને ઋણ વિધુતભારોની ક્ષેત્રરેખાઓ દર્શાવે છે.
$(a)$ સ્થિતિમાન તફાવત $V_P-V_Q$, $V_B-V_A$ નાં ચિહ્ન જણાવો.
$(b)$ એક નાના ઋણ વિદ્યુતભારની $ Q$ અને $P$ તથા $ A$ અને $B$ બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઊર્જાના તફાવતનાં ચિહ્ન જણાવો.
$(c)$ એક નાના ધન વિદ્યુતભારને $Q$ થી $P$ લઈ જવામાં ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો.
$(d)$ એક નાના ઋણ વિધુતભારને $B$ થી $A$ લઈ જવામાં બાહ્યબળ વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો.
$(e)$ $B$ થી $A$ જવામાં નાના ઋણ વિદ્યુતભારની ગતિઊર્જા વધે કે ઘટે ?