$10 \,km\,h^{-1}$ ઝડપે પશ્વિમ દિશામાં એક વહાણ $A$ ગતિ કરે છે અને તેનાથી $100\;km$ દૂર દક્ષિણમાં રહેલું બીજું એક વહાણ $B$ ઉત્તર દિશામાં $10\,km\,h^{-1} $ ની ઝડપે ગતિ કરે છે. કેટલા સમય ($hr$ માં) પછી તેમની વચ્ચેનું અંતર લઘુત્તમ થશે?
$0$
$5$
$5$$\sqrt 2 $
$10$$\sqrt 2 $
શાંત પાણીમાં એક તરવૈયાની ઝડપ $20 \;m/s$ છે. નદીના પાણીની ઝડપ $10\; m/s$ છે અને તે પૂર્વ તરફ વહે છે. જો તે દક્ષિણ કિનારે ઉભો છે અને તે લઘુત્તમ અંતરે નદી પાર કરવા ઈચ્છે છે, તો ઉત્તરની સાપેક્ષે પશ્ચિમે તેને ક્યા ખૂણે તરવું જોઈએ?
રામ $6 \,m / s$ ની ઝડપે પૂર્વ દિશામાં ગતિ કરે છે અને શ્યામ ઉત્તર-પૂર્વના $30^{\circ}$ ના ખૂણે $6 \,m / s$ ની ઝડપે ગતિ કરે છે. તો તેના સાપેક્ષ વેગનું મુલ્ય ............. $m / s$ થાય ?
એક હોડીનો નદીમાં વેગ $3\hat i + 4\hat j$ અને પાણીનો જમીનની સાપેક્ષે વેગ $ - 3\hat i - 4\hat j$ હોય,તો હોડીનો પાણીની સાપેક્ષે વેગ કેટલો થાય?
વરસાદ શિરોલંબ દિશામાં $30\; m /s$ ની ઝડપથી પડી રહ્યો છે. કોઈ સ્ત્રી ઉત્તરથી દક્ષિણ દિશા તરફ $10\; m/ s$ ની ઝડપથી સાઈકલ ચલાવી રહી છે. તેને પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ ?
એક બંદર $(Harbour)$ પાસે હવા $72 \,km/h$ ઝડપથી વહી રહી છે. આ બંદરમાં ઊભેલી એક નૌકા ઉપર લગાવેલ ઝંડો $N-E$ દિશામાં ફરકી રહ્યો છે. જો આ નૌકા ઉત્તર દિશામાં $51\, km/h$ ની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે, તો નૌકા પર લગાવેલ ઝંડો કઈ દિશામાં ફરકશે.