ધન વિજભાર ધરાવતા એક બિંદુવત દળને એક ટેબલના છેડા પરથી મુક્ત કરવામાં આવે છે. આ ક્ષેત્રમાં સમક્ષિતિજ દિશામાં અચળ વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. તો નીચે પૈકી કયો ગ્રાફ દળનો સાથો ગતિપથ દર્શાવે છે?
$m$ દળ અને $(-q)$ વિદ્યુતભાર ધરાવતો એક કણ બે વિદ્યુતભારિત પ્લેટોની વચ્ચે છે, વેગથી પ્રારંભમાં $x$ -અક્ષને સમાંતરે દાખલ થાય છે (આકૃતિ માં કણ- $1$ ની જેમ). દરેક પ્લેટની લંબાઈ $L$ છે અને પ્લેટો વચ્ચે સમાન વિદ્યુતક્ષેત્ર જાળવી રાખવામાં આવે છે. દર્શાવો કે પ્લેટના દૂરના છેડે કણનું શિરોલંબ વિચલન $q E L^{2} /\left(2 m v_{x}^{2}\right)$, છે. ધોરણ $XI$, ભૌતિકવિજ્ઞાન પાઠયપુસ્તકના પરિચ્છેદ માં ચર્ચલ પ્રક્ષિપ્ત પદાર્થની ગુરુત્વીય ક્ષેત્રમાંની ગતિ સાથે આ ગતિને સરખાવો.
$Y$ અક્ષ પર $10^3 \,V/m$ ની સમાન વિદ્યુતક્ષેત્રની ક્ષમતા વિતરણ પામેલી છે. $1\, g$ દળ અને $10^{-6} \,C$ વિદ્યુતભાર વાળો એક પદાર્થ ધન $x$ -અક્ષની દિશામાં ઉગમબિંદુથી ક્ષેત્રમાં $10\,m/s$ ના વેગથી પ્રક્ષેપણ કરે છે. $10\ s$ પછી તેની ઝડપ $m/s$ માં ........ છે.
મિલ્કનના તેલના બિંદુના પ્રયોગમાં બે પ્લેટ વચ્ચેના વિદ્યુતક્ષેત્રમાં સંતુલન સ્થિતિએ વિદ્યુતભારીત કણ મૂકેલ છે. જો પ્લેટો વચ્ચે વિદ્યુતક્ષેત્રની દિશા વિરૂદ્ધ હોય તો વિદ્યુતભારીત કણનો પ્રવેગ ગણો.
સમાન વિદ્યુતક્ષેત્ર $\overrightarrow {\;E} $ ની અસર નીચે સમક્ષિતિજ $q$ વીજભારિત એક રમકડાંની કાર ઘર્ષણરહિત સપાટ સમક્ષિતિજ સમતલ પર ગતિ કરે છે.બળ $q \overrightarrow {\;E} $ ના કારણે એક સેકન્ડના ગાળામાં તેનો વેગ $0$ થી $6 \,m/s$ વધે છે. આ ક્ષણે આ ક્ષેત્રની દિશા ઉલટાવવામાં આવે છે. આ ક્ષેત્રની અસરમાં આ કાર બે સેકન્ડ ગતિ કરવાનું ચાલુ રાખે છે. $0$ થી $3$ સેકન્ડ વચ્ચે રમકડાની આ કારનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ અનુક્રમે કેટલી હશે?
$\mathrm{m}$ દળ અને $\mathrm{q}$ વિજભારને એકસમાન વિદ્યુતક્ષેત્રમાં મુક્ત કરવામાં આવે છે.જો કણ પર બીજા કોઈ પણ પ્રકારનું બળ લાગતું ના હોય તો કણ માટે વેગ $v$ વિરુદ્ધ અંતર $x$ નો આલેખ કેવો મળે?