$k $ બળ-આચળાંક અને $l$ લંબાઈની સ્પ્રિંગના $\alpha : \beta : \gamma $ ના પ્રમાણમાં ટુકડા કરવામાં આવે તો પ્રત્યેક ટુકડાનો બળ અચળાંક, મૂળ સ્પ્રિંગના બળ અચળાંકના સ્વરૂપમાં મેળવો (અહીં $\alpha $, $\beta $ અને $\gamma $ પૂર્ણાકો છે)
ધારો કે $\alpha, \beta, \gamma$ ની લંબાઈ અનુક્રમે $l_{1}, l_{2}$ અને $l_{3}$ છે. અને કુલ લંબાઈ $l=\alpha+\beta+\gamma=l_{1}, l_{2}, l_{3}$ છે.
$\therefore \quad l_{1}=\alpha$ લંબાઈના ટુકડાનો બળ-અચળાંક
$k_1=\frac{k l}{l_{1}}=\frac{k(\alpha+\beta+\gamma)}{\alpha}$
$l_2=\beta$ લંબારના ટુકડાનો બળ-અચળાંક
$k_2=\frac{k l}{l_{2}}=\frac{k(\alpha+\beta+\gamma)}{\beta}$
$l_2= \gamma$ લંબાઈના ટુકડાનો બળ-અચળાંક
$k_3=\frac{k l}{l_{3}}=\frac{k(\alpha+\beta+\gamma)}{\gamma}$
ઘર્ષણરહિત સમક્ષિતિજ સમતલમાં એક $m$ દળનો બ્લોક દળરહિત સ્પ્રિંગ સાથે જોડેલ છે જે $'A'$ કંપવિસ્તારથી આવર્તગતિ કરે છે. જ્યારે તે સમતોલન સ્થાનેથી પસાર થાય ત્યારે તેમાંથી અડધું દળ છૂટું પડી જાય છે. બાકી રહેલ તંત્ર $fA$ જેટલા કંપવિસ્તારથી ગતિ કરે છે. તો $f$ નું મૂલ્ય કેટલું હશે?
સ્પ્રિંગના લીધે થતાં દોલનો સ.આ.દોલનો છે તેમ બતાવો અને આવર્તકાળનું સૂત્ર મેળવો.
લગભગ દળવિહિન $12.5 \,Nm ^{-1}$ જેટલો સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિગ સાથે બે દળ $m_1=1$ કિગ્રા અને $m_2=5$ કિગ્રા સાથે જ લટકાવવામાં આવેલ છે. જ્યારે તે બંને દળ મધ્યબિંદુુએ સ્થિર હોય ત્યારે તંત્રમાં ફેરફારના થાય તેમ $m_1$ દૂર કરવામાં આવે છે, હવે પછીના દોલનો માટેનો કંપવિસ્તાર ........ $cm$ હેશે.
બે એક સરખી સ્પ્રિંગને બળ અચળાંક $73.5 \,Nm ^{-1}$ જેટલો સરખો જ છે. આકૃતિ $1$ , આકૃતિ $2$ અને આકૃતિ $3$ દ્વારા દર્શાવેલ સ્થિતિમાં તેની લંબાઈમાં વધારો કેટલો થશે ? $\left(g=9.8 \,ms ^{-2}\right)$
$2\,kg$ દળ ધરાવતા બ્લોકને $20\,N / m$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સમાન સ્પ્રિંગ સાથે જોડવામાં આવે છે. બ્લોકને ધર્ષણ રહિત સપાટી પર મૂકવામાં આવે છે અને સ્પ્રિંગના છેડાને જડ આધાર સાથે લગાડવામાં આવે છે. (આકૃતિમાં જુઓ).જ્યારે દળને સંતુલન સ્થિતિમાંથી સ્થાનાંતરિત કરવામાં આવે ત્યારે તે સરળ આવર્ત ગતિ કરે છે. દોલનોનો આવર્ત કાળ $\frac{\pi}{\sqrt{x}}$ છે. તો $x$ નું મૂલ્ય $...........$ છે.