એક દોરીને $75 \;cm$ અંતરે રહેલા બે નિયત બિંદુુ વચ્ચે બાંધેલી છે. તેની અનુનાદ આવૃત્તિઓ $420\; Hz$ અને $315 \;Hz$ છે, આ બંને વચ્ચેની બીજી કોઈ આવૃત્તિ નથી. તો આ દોરી માટે સૌથી નીચેની અનુનાદ આવૃત્તિ ($Hz$ માં) કેટલી હશે?

  • [AIEEE 2006]
  • A

    $10.5$

  • B

    $105$

  • C

    $1.05$

  • D

    $1050$

Similar Questions

$50cm$ લંબાઇની દોરીની મૂળભૂત આવૃત્તિ $800Hz$ છે.તેમાં $1000 Hz$ ની આવૃત્તિ ઉત્પન્ન કરવા માટે દોરીની લંબાઇ કેટલી  ..... $cm$ કરવી પડે?

  • [AIIMS 2002]

બંને છેડેથી જડીત દોરીમાં સમીકરણ $y=2 A \sin k x \cos\,\omega t$ છે. પ્રસ્પંદ અને નિસ્પંદ બિંદુ મધ્યમાં રહેલા કણનો કંપવિસ્તાર અને આવૃતિ અનુક્રમે કેટલી હશે.

એક સીધી રેખામાં ગતિ કરતાં લંબગત તરંગમાં બે શૃંગ વચ્ચેનું અંતર $5 \,m $ જ્યારે એક શૃંગ અને ગર્ત વચ્ચેનું અંતર $1.5 \,m$ છે. તો તરંગની શક્ય તરંગલંબાઈ ($m$ માં) કેટલી હશે?

  • [JEE MAIN 2020]

બંને છેડે જડિત દોરીમાં દોલનોની આવૃત્તિનું સૂત્ર મેળવો.

એક બંને બાજુથી જડિત તાર ચોથા હાર્મોનિક પર કંપન કરે છે.સ્થિત તરંગનું સમીકરણ $Y =0.3\,sin\,(0.157\,x) \,cos\,(200\pi t)$ છે.તો તારની લંબાઈ કેટલી .... $m$ હશે? (બધી રાશિ $SI$ એકમમાં છે)

  • [JEE MAIN 2019]