$9.1\,m$ લાંબા અને $5\,mm$ ની ત્રિજ્યાવાળા સ્ટીલના તારથી એક કારને લાંબા ખાડામાંથી બહાર ખેંચવા એક ટ્રકનો ઉપયોગ કર્યો છે. જ્યારે ટ્રકને ગતિ કરાવવામાં આવે છે, ત્યારે તારમાં $800\,N$ નું તણાવ છે, તો તારમાં કેટલો વધારો થશે ? સ્ટીલ માટે યંગ મોડ્યુલસ $= 2 \times 10^{11}\,Nm^{-2}$.
$\mathrm{Y}=\frac{\mathrm{F} l}{\mathrm{~A} \Delta l}$
$\Delta l =\frac{\mathrm{F} l}{\mathrm{AY}}=\frac{\mathrm{F} l}{\pi r^{2} \mathrm{Y}}$
$\Delta l =\frac{800 \times 9.1}{3.14 \times\left(5 \times 10^{-3}\right)^{2} \times 2 \times 10^{11}}$
$=46.369 \times 10^{-5}$ $\approx 4.64 \times 10^{-4} \mathrm{~m}$
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $R$ ત્રિજ્યાનું લાકડાનું પૈડું, બે અર્ધવર્તુળ ભાગોમાંથી બનેલું છે. આ બંને ભાગને ધાતુની એક રીંગ વડે સાથે જોડેલ છે. રીંગના આડછેડનું ક્ષેત્રફળ $S$ અને લંબાઈ $L$ છે. $L$ એ $2 \pi R$ કરતાં નાનું છે. તેથી રીંગને પૈડા પર ફીટ કરવા માટે ગરમ કરવા $T$ જेટલું તાપમાન વધારવામાં આવે છે. જેથી તે પૈડા પર માત્ર ગોઠવાઈ જાય છે. જ્યારે તેને ઓરડાના તાપમાન સુધી ઠંડુ પાડવામાં આવે છે ત્યારે તે અર્ધવર્તુળ પैડાના ભાગોને એકબીજા સાથે દબાણથી જોડી દે છે. જો ધાતુનો રેખીય પ્રસરણાંક $\alpha$ અને યંગ મોડ્યુલ્સ $Y$ હોય તો પैડાના એક ભાગ દ્વારા બીજા ભાગ પર કેટલું બળ લાગતું હશે?
એક તાર પર $W$ વજન લટકાવતાં તે $1 \;mm$ લાંબો થાય છે. જો તારને એક ગરગડી પરથી પસાર કરી તેનાં બંને છેડે વજનો લટકાવવામાં આવે, તો તારની લંબાઈનો કેટલો વધારો ($mm$ માં) થશે?
તારનો બળ અચળાંક કોના પર આધાર રાખે નહીં ?
બે તારો સમાન દ્રવ્યના બનેલા છે અને સરખું કદ ધરાવે છે. પહેલા તારના આડછેદનું ક્ષેત્રફળ $ A$ અને બીજા તારના આડછેદનું ક્ષેત્રફળ $3A$ છે. જો $F$ જેટલું બળ આપીને પહેલા તારની લંબાઇમાં $\Delta l$ નો વધારો કરવામાં આવે છે, બીજા તારની લંબાઇમાં સમાન વધારો કરવા માટે કેટલું બળ લગાવવું જોઈએ?
$L$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા તારનો એક છેડો દઢ રીતે બાંધેલો છે તેના બેજા છેડે $F$ બળ લગાવવામાં આવે છે જેનાથી તેની લંબાઈમાં $l$ જેટલો વધારો થાય છે. બીજો સમાન દ્રવ્યમાથી બનાવેલો તાર જેની લંબાઈ $2L$ અને ત્રિજ્યા $2r$ છે તેના પર $2F$ બળ લગાવતા તેની લંબાઈમાં થતો વધારો કેટલો હોય ?