તાર માટે તેના આનુષાંગિક મૂળ મૂલ્ય કરતાં લંબાઈ બમણી કરવામાં આવે અને ત્રિજ્યા અડધી કરવામાં આવે તો દ્રવ્યનો યંગ મોડયુલસ $..............$ થશે.

  • [JEE MAIN 2022]
  • A

    સમાન રહેશે

  • B

    $8$ ઘણો વધશે

  • C

    $\frac{1}{4}$ ઘણો ઘટશે

  • D

    $4$ ઘણો વઘશે

Similar Questions

એક ધાતુના તારની લંબાઈ $l$ છે. તેના નીચે $T_1$ તણાવબળ લગાડતાં તેની લંબાઈ $l_1$ અને $T_2$ તણાવબળ લગાડતાં તેની લંબાઈ $l_2$ મળે, તો મૂળ લંબાઈ શોધો. 

  • [JEE MAIN 2021]

લોખંડનો યંગ મોડ્યુલસ $2 \times {10^{11}}\,N/{m^2}$ અને તેના બે અણું વચ્ચેનું અંતર $3 \times {10^{ - 10}}$$metre$ હોય તો આંતરઆણ્વિય બળ અચળાંક  ......... $N/m$ થાય .

સમાન દ્રવ્યના બનેલા તાર $A$ અને $B$ પર સમાન બળ $2\,N$ લગાવીને તેમની લંબાઈ $2 \,mm$ અને $4\, mm$ વધારવામાં આવે છે.$B$ની ત્રિજ્યા $A$ કરતા ચાર ગણી છે,બંનેની લંબાઇનો ગુણોતર $a / b\,=\,1 / x$ હોય તો $x=\,.......$

  • [JEE MAIN 2021]

બે તારો સમાન દ્રવ્યના બનેલા છે અને સરખું કદ ધરાવે છે. પહેલા તારના આડછેદનું ક્ષેત્રફળ $ A$ અને બીજા તારના આડછેદનું ક્ષેત્રફળ $3A$ છે. જો $F$ જેટલું બળ આપીને પહેલા તારની લંબાઇમાં $\Delta l$ નો વધારો કરવામાં આવે છે, બીજા તારની લંબાઇમાં સમાન વધારો કરવા માટે કેટલું બળ લગાવવું જોઈએ?

  • [NEET 2018]

યંગ મોડ્યુલસનો એકમ નીચેના પૈકી કોના એકમ જેવો છે.