$M=4 \,kg$ દળ અને $R=10 \,cm$ ત્રિજ્યા ધરાવતી એક નિયમિત તક્તિને સમક્ષિતિજ એક્સેલ (ધરી) સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જડવામાં આવેલ છે. $m =2 \,kg$ દળ ધરાવતા ચોસલાને દળરહિત દોરી, કે જેને તક્તિના પરીઘ ઉપર વીંટાળેલ છે, ની મદદથી લટકાવવામાં આવેલ છે. ચોસલાના પતન દરમ્યાન દોરી (તક્તિ ઉપર) સરક્તી નથી અને ધરી માં ધર્ષણ નથી (તેમ ધારો). દોરીમાં તણાવ .............. $N$ હશે. ( $g =10 \,ms ^{-2}$ લો.)
$2$
$11$
$12$
$10$
$m $ દળ ધરાવતા પદાર્થને વજનરહિત દોરી વડે $m$ દળ અને $R$ ત્રિજયા ધરાવતા સમાંગી પોલા નળાકાર પર લટકાવવામાં આવે છે.જો દોરી નળાકાર પર સરકે નહિ તો તે સ્થિતિમાં આપેલ પદાર્થ કેટલા ગુરુત્વપ્રવેગથી નીચે પડશે?
ચાકગતિય સંતુલન અને સ્થાનાંતરણ સંતુલનની શરત લખો.
$ABC$ એ સમબાજુ ત્રિકોણ છે, જેનું કેન્દ્ર $O$ છે. $\vec{F}_{1}, \vec{F}_{2}$ અને $\vec{F}_{3}$ એ અનુક્રમે $AB, BC$ અને $AC$ બાજુ પર લાગતાં બળો છે. જો $O$ ને અનુલક્ષીને કુલ ટોર્ક શૂન્ય હોય, તો $\vec{F}_{3}$ નું મૂલ્ય કેટલું હશે?
$M$ દળના એક પદાર્થને એક ઘર્ષણરહિત બેરીંગ ઉપર રાખેલી ગરગડી પર વીંટાળેલી દોરી વડે લટકાવવામાં આવે છે. ગરગડીનું દળ $m$ અને ત્રિજ્યા $R$ છે. તો પદાર્થનો પ્રવેગ કેટલો હશે?
ગરગડીને વર્તુળાકાર તકતી ધારો તથા દોરી એ ગરગડી પર સરકતી નથી એમ ધારો.
$70 \;cm$ લાંબા અને $4.00 \;kg$ દળના એક ધાતુના સળિયાને બંને છેડેથી $10\; cm$ દૂર મૂકેલ બે છરીધાર $(Knife-edges)$ પર ગોઠવેલ છે. એક છેડાથી $30\; cm$ દૂર એક $6.00 \;kg$ બોજને લટકાવવામાં આવેલ છે. છરીધાર પર પ્રતિક્રિયા બળો શોધો. (આ સળિયો. નિયમિત આડછેદનો અને સમાંગ છે તેમ ધારો.)