$M$ દળના એક પદાર્થને એક ઘર્ષણરહિત બેરીંગ ઉપર રાખેલી ગરગડી પર વીંટાળેલી દોરી વડે લટકાવવામાં આવે છે. ગરગડીનું દળ $m$ અને ત્રિજ્યા $R$ છે. તો પદાર્થનો પ્રવેગ કેટલો હશે?
ગરગડીને વર્તુળાકાર તકતી ધારો તથા દોરી એ ગરગડી પર સરકતી નથી એમ ધારો.
$\;\frac{3}{2}g$
$g$
$\;\frac{2}{3}g$
$\;\frac{g}{3}$
$70 \;cm$ લાંબા અને $4.00 \;kg$ દળના એક ધાતુના સળિયાને બંને છેડેથી $10\; cm$ દૂર મૂકેલ બે છરીધાર $(Knife-edges)$ પર ગોઠવેલ છે. એક છેડાથી $30\; cm$ દૂર એક $6.00 \;kg$ બોજને લટકાવવામાં આવેલ છે. છરીધાર પર પ્રતિક્રિયા બળો શોધો. (આ સળિયો. નિયમિત આડછેદનો અને સમાંગ છે તેમ ધારો.)
$M=4 \,kg$ દળ અને $R=10 \,cm$ ત્રિજ્યા ધરાવતી એક નિયમિત તક્તિને સમક્ષિતિજ એક્સેલ (ધરી) સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જડવામાં આવેલ છે. $m =2 \,kg$ દળ ધરાવતા ચોસલાને દળરહિત દોરી, કે જેને તક્તિના પરીઘ ઉપર વીંટાળેલ છે, ની મદદથી લટકાવવામાં આવેલ છે. ચોસલાના પતન દરમ્યાન દોરી (તક્તિ ઉપર) સરક્તી નથી અને ધરી માં ધર્ષણ નથી (તેમ ધારો). દોરીમાં તણાવ .............. $N$ હશે. ( $g =10 \,ms ^{-2}$ લો.)
ઘર્ષણ રહિત પુલીને વીટાળેલા દોરીના છેડે દળ લટકાવેલ છે. પુલીનું દળ $ m $ અને ત્રિજ્યા $ R$ છે. પુલી એ નિયમિત વર્તૂળાકાર તકતી હોય અને દોરા પુલી સર સરકતી ના હોય, તો દળનો પ્રવેગ .......
એકસમાન દળ ઘનતા ધરાવતા પાતળા સળીયામાંથી $L- $આકારની એક વસ્તુ બનાવવામાં આવે છે જેને દોરી વડે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લટકાવવામાં આવી છે. જો $AB = BC$ હોય અને $AB$ થી અધોદિશામાં બનતો કોણ $\theta $ હોય તો
એક મીટર-પટ્ટી તેના મધે છરીની ધાર પર સંતુલિત છે. જ્યારે એવા બે સિક્કા કે જે દરેકનું દળ $5\; g$ છે તેમને $12.0 \;cm$ ના નિશાન પર એકબીજાની ઉપર મૂકવામાં આવે છે, ત્યારે આ પટ્ટી $45.0\; cm$ પર સંતુલિત થાય છે. આ મીટર-પટ્ટીનું દળ શું હશે ?