સળીયાની લંબાઈ $L$ અને એકમ લંબાઈ દીઠ દળ $\lambda$ અને આડછેદનું ક્ષેત્રફળ $A$ જો સળીયાના યંગ મોડ્યુલસ $Y$ હોય તો તેના પોતાના જ વજનના લીધે થતુ વિસ્તરણ...
$\frac{2 \lambda g L^2}{A Y}$
$\frac{\lambda g L^2}{2 A Y}$
$\frac{\lambda g L^2}{4 A Y}$
$\frac{\lambda g L^2}{A Y}$
બે તાર $A$ અને $B$ ને સમાન બળથી ખેંચવામા આવે છે જો $A$ અને $B$ માટે $Y_A: Y_B=1: 2, r_A: r_B=3: 1$ અને $L_A: L_B=4: 1$ તો $\left(\frac{\Delta L_A}{\Delta L_B}\right)$ કેટલું હશે.
આકૃતિમાં દર્શાવેલ દરેક ચોસલાઓ $P, Q$ અને $R$ ને $3 \mathrm{~kg}$ નું દળ છે. દરેક તાર $A$ અને $B$ નો આડછેદનું ક્ષેત્રફળ $0.005 \mathrm{~cm}^2$ અને $2 \times 10^{11} \mathrm{~N} \mathrm{~m}^{-2}$ નો યંગ મોડયુલસ છે. ઘર્ષણને અવગણતાં, તાર $B$ પર રાંગત વિકૃતિ__________$\times 10^{-4}$થશે. ( $\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2$ લો)
$A$ જેટલો આડછેદનું ક્ષેત્રફળ, $2 \times 10^{11} \mathrm{Nm}^{-2}$ જેટલો સ્થિતિસ્થાપકતાં અંક અને $2 \mathrm{~m}$ લંબાઈ ના એક તારને શિરોલંબ બે દઢ આધારની વચ્ચે લટકાવવામાં આવે છે. જ્યારે તેના કેન્દ્રએ (મધ્યબિંદુુ) આગળ $2 \mathrm{~kg}$ નું દળ લટકાવવામાં આવે છે ત્યારે તે ખેચાયેલ તાર સાથે $\theta=\frac{1}{100} \operatorname{rad}$ નો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોણ બનાવે છે. આડછેદ નું ક્ષેત્રફળ $\mathrm{A}$. . . . . . .$\times 10^{-4} \mathrm{~m}^2$ છે. ( $x < < L$ ધારો). (given; $\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2$ )
$k$ જેટલા બળ અચળાંકવાળી એક હલકી સ્થિતિસ્થાપક દોરીના છેડે દળવાળો પથ્થર બાંધેલો છે. સામાન્ય સ્થિતિમાં આ દોરીની લંબાઈ $L$ છે. આ દોરીનો બીજો છેડો $P$ બિંદુએ જડિત કરેલી ખીલી સાથે બાંધેલો છે. પ્રારંભમાં પથ્થર $P$ બિંદુના સમક્ષિતિજ લેવલ પર છે. હવે આ પથ્થરને $P$ બિંદુએથી મુક્ત કરવામાં આવે છે.
$(a)$ પથ્થર જે બિંદુએ પહેલીવાર ક્ષણ પૂરતો સ્થિર થાય તે બિંદુનું ટોચના બિંદુથી અંતર $y$ શોધો.
$(b)$ અત્રે પથ્થરને મુક્ત કર્યા બાદ તેનો મહત્તમ વેગ કેટલો હશે ?
$(c)$ ગતિપથ પરના નિમ્નતમ સ્થાને પહોંચ્યા બાદ ગતિનો પ્રકાર કેવો હશે ?