એક તાર પર $W$ વજન લટકાવતાં તે $1 \;mm$ લાંબો થાય છે. જો તારને એક ગરગડી પરથી પસાર કરી તેનાં બંને છેડે વજનો લટકાવવામાં આવે, તો તારની લંબાઈનો કેટલો વધારો ($mm$ માં) થશે?
$\frac{l}{2}\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;$
$l$
$2l$
શૂન્ય
$l_1$ લંબાઈ ધરાવતા તાર સાથે $M_1$ અને $l_2$ લંંબાઈ ધરાવતા તાર સાથે $M_1$ અને $M_2$ લટકાવવામાં આવે છે. તો તારની સામાન્ય લંબાઈ.
ખેંચાયા વગરના $1.0\, m $ લંબાઈ ધરાવતા સ્ટીલના તારને એક છેડે $14.5 \,kg$ દળને જડિત કરેલ છે. તેને ઊર્ધ્વ સમતલમાં વર્તુળાકારે ઘુમાવવામાં આવે છે. વર્તુળમાર્ગમાં નીચેના બિંદુએ તેની કોણીય ઝડપ $2$ પરિભ્રમણ $/s$ છે. તારના આડછેદનું ક્ષેત્રફળ $0.065\, cm$ છે. જ્યારે જડિત કરેલ દળ વર્તુળમાર્ગમાં નિમ્નત્તમ બિંદુએ હોય ત્યારે તારના લંબાઈ-વધારાની ગણતરી કરો.
સ્ટીલ અને પ્લાસ્ટિક એ બેમાંથી કયું વધુ સ્થિતિસ્થાપક છે ? કારણ સાથે જવાબ આપો.
$15.2\, mm \times 19.1\, mm$ લંબચોરસ આડછેદન ક્ષેત્રફળ ધરાવતાં તાંબાના એક ટુકડાને $44.500\, N$ બળના તણાવ વડે ખેંચવામાં આવે છે જેથી માત્ર સ્થિતિસ્થાપક વિરૂપણ ઉદ્ભવે છે, તો ઉદ્ભવતી વિકૃતિની ગણતરી કરો.
$0.25\, cm$ વ્યાસ ધરાવતા બે તાર પૈકી એક સ્ટીલનો અને બીજો પિત્તળનો બનેલો છે. આકૃતિ મુજબ તેમને ભારિત કરેલ છે. ભારવિહીન અવસ્થામાં સ્ટીલના તારની લંબાઈ $1.5\, m$ અને પિત્તળના તારની લંબાઈ $1.0\, m$ છે.સ્ટીલ અને પિત્તળના તારમાં લંબાઈમાં થતાં વધારાની ગણતરી કરો.