બે તાર $A$ અને $B$ ને સમાન બળથી ખેંચવામા આવે છે જો $A$ અને $B$ માટે $Y_A: Y_B=1: 2, r_A: r_B=3: 1$ અને $L_A: L_B=4: 1$ તો $\left(\frac{\Delta L_A}{\Delta L_B}\right)$ કેટલું હશે.
$10: 13$
$8: 9$
$11: 7$
$6: 5$
બે સમાન દ્રવ્યના તાર $A$ અને $B$ જેની ત્રિજ્યા અને લંબાઇનો ગુણોત્તર અનુક્રમે $2:1$ અને $4:1$ છે બંનેની લંબાઈમાં સમાન ફેરફાર કરવા માટે લગાવવા પડતાં લંબબળનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ $ ?$
યંગ મોડ્યુલસ શોધવાના પ્રયોગમાં $5\, mm$ ત્રિજ્યા અને $1 \,m$ લંબાઈ ધરાવતા પાતળા તારના એક છેડા પર $50\,\pi kN$ નું બળ લગાવવામાં આવે છે. બધી લંબાઈના માપનમાં લેવાતા સાધનની લઘુતમ માપશક્તિ $0.01\, mm$ હોય તો નીચે પૈકી કયું વિધાન ખોટું પડે?
સર્કસમાં માનવ પિરામિડમાં સંતુલિત ગ્રુપનો તમામ બોજ એક વ્યક્તિ કે જે પોતાની પીઠના સહારે સુઈ ગયો હોય છે તેના પગ પર ટેકવાય છે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ). પિરામિડની રચના કરતાં તમામ કલાકારો, પાટિયા અને ટેબલનું કુલ દળ $280\, kg$ છે. તળિયે પોતાની પીઠ પર સૂઈ રહેલ વ્યક્તિનું દળ $60\, kg$ છે. આ વ્યક્તિના દરેક સાથળનાં હાડકાંની લંબાઈ $50\, cm$ અને અસરકારક ત્રિજ્યા $2.0\, cm$ છે. વધારાના બોજને કારણે સાથળના દરેક હાડકાનું સંકોચન શોધો.
$L$ લંબાઇ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક તાર એક જડ આધારથી લટકે છે જ્યારે તારના મુક્ત છેડા પર દ્રવ્યમાન $M$ લટકાવવામાં આવે ત્યારે આ તારની લંબાઇ બદલાઈને $L_{1}$ થાય છે તો યંગ મોડયુલસનું સૂત્ર ...... છે
બે તાર પર સમાન બોજ લગાડતા $5.0\,m$ લંબાઈ અને $2.5 \times 10^{-5}\,m^{2}$ નું આડછેદ ધરાવતો તાર $A$ ને ખેંચવામાં આવે અને સમાન મૂલ્ય વડે બીજા $6.0\,m$ લંબાઈ અને $3.0 \times 10^{-5}\,m^{2}$ નો આડછેદ ધરાવતા તાર $B$ ને ખેચવામાં આવે છે. તાર $A$ અને તાર $B$ ના યંગ મોડ્યુલસનો ગુણોત્તર કેટલો થાય?