ઇલેક્ટ્રોન ચુંબકીયતંત્ર $2 \times 10^{-3}\,Wb/m^2$ અને વિદ્યુતતંત્ર $1.0 \times 10^4\,V/m$માં વિચલન થયા વગર પસાર થાય છે,જો વિદ્યુતતંત્ર દૂર કરવામાં આવે તો વેગ અને વર્તુળપથની ત્રિજ્યા .....
$10\times 10^6\,m/s,$ $2.43$ સેમી
$2.5\times 10^6\,m/s,$ $0.43$ સેમી
$5\times 10^6\,m/s,$ $1.43$ સેમી
આપેલ પૈકી એક પણ નહીં
બે પ્રોટોન $A$ અને $B, x$-અક્ષને સમાંતર, પરસ્પર વિરુદ્ધ દિશામાં, સમાન ઝડપે $V$ સાથે ગતિ કરે છે. દર્શાવેલ ક્ષણે, પ્રોટોન $A$ પર લાગતા ચુંબકીય બળ અને વિદ્યુતબળનો ગુણોત્તર કેટલો છે ? ($c =$ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડ૫)
હેલ્મહોલ્ટઝ ગૂંચળાઓની મદદથી નાનાવિસ્તારમાં $0.75 \;T$ મૂલ્યનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવ્યું છે.આ જ વિસ્તારમાં, ગૂંચળાઓની સામાન્ય અક્ષને લંબ રૂપે નિયમિત સ્થિરવિદ્યુતક્ષેત્ર જાળવી રાખવામાં આવે છે. $15\; kV$ વડે પ્રવેગિત થયેલ (એક જ પ્રકારના) વિદ્યુતભારિત કણોની એક સાંકડી કિરણાવલી આ વિસ્તારમાં બંને ગૂંચળાઓની અક્ષ તથા સ્થિર વિદ્યુતક્ષેત્ર બંનેને લંબરૂપે દાખલ થાય છે. જો $9.0 \times 10^{-5} \;V m ^{-1}$ જેટલા સ્થિર વિદ્યુતક્ષેત્રમાં આ કિરણાવલી આવર્તન ન અનુભવે તો વિચારો કે આ કિરણાવલી શાની બનેલી હશે? શા માટે જવાબ અજોડ નથી?
એક વિઘુતભાર $q$ એક વિસ્તારમાં ગતિ કરે છે જ્યાં સમાન વિદ્યુતક્ષેત્ર અને સમાન ચુંબકીયક્ષેત્ર પ્રવર્તે છે, તો તેના પર લાગતું બળ કેટલું હશે?
ઇલેક્ટ્રોન $1.5 \times 10^{-2}\,T$ના ચુંબકીયક્ષેત્રમાં લંબ $6 \times 10^7\,m/s$નાં વેગથી દાખલ થાય છે.જો તેનો વિશિષ્ટ વિદ્યુતભાર $1.7 \times 10^{11}\,C/kg$ હોય,તો વર્તુળમય ગતિની ત્રિજ્યા ...... સેમી
$u$ વેગથી ઇલેકટ્રોન ઘન $x$ - દિશામાં ગતિ કરે છે,તે $y = 0$ પર $ \overrightarrow B = - {B_0}\hat k $ ચુંબકીયક્ષેત્રમાં દાખલ થાય છે.તો ચુંબકીયક્ષેત્રમાંથી બહાર આવે,ત્યારે તેનો વેગ $v$ અને $y$ - યામ કેટલા થાય?