એક પારંભિક સ્થિર યંત્ર એક ઘર્ધણઘર્ષણમુક્ત સપાટી પર પડ્યું છે. તે $2$ ટુકડાઓમાં ફાટે છે અને તે સપાટી પર ખસે છે. જો એક ટુકડો ધન $x$ દિશામાં ગતિ કરી રહ્યો હોય તો બીજો ટુક્ડો કઈ દિશામાં ગતિ કરશે ?
ધન $y$ દિશામાં
ઋણ $y$ દિશામાં
ઋણ $x$ દિશામાં
$x$ દિશા સાથે કોઈ ખૂણા પર
આકૃતિ માં દર્શાવ્યા મુજબ બે એક સમાન બિલિયર્ડ બૉલ એક દેટુ દીવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તન પામે છે. $(i)$ દરેક બૉલને લીધે દીવાલ પર લાગતા બળની દિશા કઈ હશે ? $(ii)$ દીવાલ વડે બંને બૉલ પર લગાડેલ આઘાતના માનનો ગુણોતર કેટલો હશે ?
$m$ દળનો બોમ્બ $ v$ વેગથી $ \theta $ ખૂણે પ્રક્ષિપ્ત કરાવવામાં આવે છે.મહત્તમ ઊંચાઇએ તેના સમાન દળના બે ટુકડા થાય છે.એક ટુકડો પ્રક્ષિપ્ત બિંદુ તરફ પાછો આવે,તો બીજા ટુકડાનો વેગ કેટલો હશે?
એક વિસ્ફોટ થતાં એક ખડકના ત્રણ ટુકડા થઈ જાય છે. આમાંથી બે ટુકડાઓ પરસ્પર લંબ દિશામાં જાય છે. તેમાંના પહેલો $1 \;kg$ દળવાળો ટુકડો $12 \;ms^{-1}$ જેટલી ઝડપથી અને બીજો $2 \;kg$ દળવાળો ટુકડો $8\; ms^{-1} $ જેટલી ઝડપથી ગતિ કરે છે. જો ત્રીજો ટુકડો $4 \;ms^{-1}$ ની ઝડપથી ગતિ કરે, તો તેનું દળ ($kg$ માં) કેટલું હશે?
વેગમાન સંરક્ષણનો નિયમ મૂળભૂત અને સાર્વત્રિક શાથી છે ?
બે અનુક્રમે $m_1 $ અને $m_2$ દળના ગોળા $A$ અને $B$ અથડાય છે. $A$ ગોળો શરૂઆતમાં સ્થિર અને $B$ ગોળો $ v$ વેગથી $x-$ અક્ષની દિશામાં ગતિ કરે છે. અથડામણ પછી $B$ ગોળોનો વેગ $\frac {v}{2}$ મૂળ વેગની દિશાને લંબ દિશામાં છે. $A$ ગોળો અથડામણ પછી કઈ દિશામાં ગતિ કરશે?