$1\; kg$ દળનો સ્થિર બોમ્બ વિસ્ફોટ પામીને ત્રણ ટુકડાઓમાં વિભાજિત થાય છે જેમનો ગુણોત્તર $1:1:3$ છે. સમાન દળના બે ટુકડાઓ એકબીજાને લંબ $30\;m/s$  ના વેગથી ગતિ કરે છે. તો મોટા ટુકડાનો વેગ કેટલો હશે?

  • [AIPMT 2001]
  • A

    $\frac{10}{\sqrt{2}}\;m/s$

  • B

    $\frac{15}{\sqrt{2}}\;m/s$

  • C

    $15 \sqrt{2}\;m/s$

  • D

    $10 \sqrt{2} \;m/s$

Similar Questions

એક $6 \,kg$ નો સ્થિર બોમ્બ ત્રણ સમાન ટુકડાઓ $P, Q$ અને $R$ માં ફાટે છે. જો ટુકડો $P$ એ $30 \,m / s$ ની ઝડપે ઉડી જાય. છે અને $Q$ એ $40 \,m / s$ ની ઝડપે $P$ ની દિશા સાથે $90^{\circ}$ નો કોણ બનાવતો ઉડે છે. તો $P$ અને $R$ ની ગતિની દિશાઓ વચ્ચેનો કોણ લગભગ છે-

એક $M $ દળની સ્થિત બંદૂકમાંથી $M$ દળની એક ગોળી છોડવામાં આવે છે. જો ગોળીનો વેગ $v$ હોય તો બંદૂકનો વેગ કેટલો હશે?

એક માણસ (દળ $= 50\, kg$) અને છોકરો (દળ $= 20\, kg$) એક ઘર્ષણરહિત સમતલ પર એકબીજા સામે ઊભા છે. માણસ છોકરાને ધક્કો મારતા તે માણસની સાપેક્ષે $0.70\, ms^{-1}$ ના વેગથી ગતિ કરે તો માણસનો જમીનની સાપેક્ષે વેગ ........ $ms^{-1}$ હશે.

  • [JEE MAIN 2019]

$m$ દળનો એક કણ $x$ અક્ષની દિશામાં $v_o$ ઝડપે ગતિ કરે ત્યારે અચાનક જ તેના દળનો $1/3 $ ભાગ છૂટ્ટો પાડીને 2$v_o$ ઝડપે $y $ અક્ષને સમાંતર જાય છે. એકમ સદિશના સ્વરૂપમાં બાકી વધેલા ભાગનો વેગ શોધો.

એક રેડિયો એકટિવ ન્યૂક્લિયર પ્રારંભમાં સ્થિર સ્થિતિએ છે. જેનો ઈલેકટ્રોન અને ન્યૂટ્રીનોના કાટખૂણે ઉત્સર્જન થવાથી ન્યૂક્લિયસનો ક્ષય થાય છે. ઈલેકટ્રોનનું વેગમાન $3.2 × 10^{-23} kg-m/sec$  અને ન્યૂટ્રીનોનું વેગમાન $6.4  ×  10^{23 } kg-m/sec$ છે. ઈલેકટ્રોનની ગતિ સાથે ન્યૂક્લિયસની પ્રત્યાઘાતી દિશા કઈ હશે ?