આકૃતિમાં દશાવ્યા મુજબ એક લોખંડના સળિયા $(L_1 = 0.1\, m, A_1 = 0.02\, m^2, K_1, = 79\, W\,m^{-1}\,K^{-1})$ અને એ ક બ્રાસના સળિયા $(L_2, = 0. 1\, m, A_2 = 0.02\, m^2, K_2 = 109\, W\, m^{-1}\, K^{-1})$ ના છેડાઓનું તાપમાન અનુક્રમે $373\, K$ અને $273\, K$ જેટલું જાળવી રાખવામાં આવે છે. $(i)$ બંને સળિયાના જંક્શનનું તાપમાન $(ii)$ સંયુક્ત સળિયાની સમલ્ય ઉષ્માવહતા અને $(iii)$ સંયુક્ત સળિયામાંથી પસાર થતાં ઉષ્માપ્રવાહ માટેના સુત્રો મેળવો અને તેની ગણતરી પણ કરો.

892-7

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$\text { Given, } L_{1}=L_{2}=L=0.1 m , A_{1}=A_{2}=A=0.02 m ^{2}$

$K_{1}=79 W m ^{-1} K ^{-1}, K_{2}=109 W m ^{-1} K ^{-1}$

$T_{1}=373 K ,$ and $T_{2}=273 K$ આપેલ છે.

સ્થાયી અવસ્થા અંતર્ગત, લોખંડના સળિયામાં ઉષ્માપ્રવાહ $(H_1)$ અને બ્રાસના સળિયામાં ઉષ્માપ્રવાહ $(H_2)$ સમાન હોય છે.

માટે, $H = {H_1} = {H_2}$

 $=\frac{K_{1} A_{1}\left(T_{1}-T_{0}\right)}{L_{1}}=\frac{K_{2} A_{2}\left(T_{0}-T_{2}\right)}{L_{2}}$

$A_1=A_2=A$ અને $L_1=L_2=L$ હોવાથી આ સમીકરણ નીચે મુજબ હશે :

${K_1}({T_1} - {T_0}) = {K_2}({T_0} - {T_2})$

આમ, બે સળિયાના જંક્શનનું તાપમાન 

${T_0} = \frac{{({K_1}{T_1} + {K_2}{T_2})}}{{({K_1} + {K_2})}}$

આ સમીકરણનો ઉપયોગ કરતાં કોઈ પણ સળિયામાં ઉષ્માપ્રવાહ,

$H = \frac{{{K_1}A({T_1} - {T_0})}}{L} = \frac{{{K_2}A({T_0} - {T_2})}}{L}$

$ = \left( {\frac{{{K_1}{K_2}}}{{{K_1} + {K_2}}}} \right)\frac{{A({T_1} - {T_2})}}{L} = \frac{{A({T_1} - {T_2})}}{{L\left( {\frac{1}{{{K_1}}} + \frac{1}{{{K_2}}}} \right)}}$

આ સમીકરણનો ઉપયોગ કરતાં $L_1 + L_2 = 2L$ લંબાઈના સંયુક્ત સળિયા માટે ઉષ્માપ્રવાહ અને સંયુક્ત સળિયાની સમતુલ્ય ઉષ્માવાહકતા  નીચે મુજબ મળે 

$H^{\prime}=\frac{K^{\prime} A\left(T_{1}-T_{2}\right)}{2 L}=H$

$K^{\prime}=\frac{2 K_{1} K_{2}}{K_{1}+K_{2}}$

(i) $T_{ o }=\frac{\left(K_{1} T_{1}+K_{2} T_{2}\right)}{\left(K_{1}+K_{2}\right)}$

$=\frac{\left(79 W m ^{-1} K ^{-1}\right)(373 K )+\left(109 Wm ^{-1} K ^{-1}\right)(273 K )}{79 W m ^{-1} K ^{-1}+109 W m ^{-1} K ^{-1}}$

$=315 K$

(ii) $K^{\prime}=\frac{2 K_{1} K_{2}}{K_{1}+K_{2}}$

$=\frac{2 \times\left(79 W m ^{-1} K ^{-1}\right) \times\left(109 W m ^{-1} K ^{-1}\right)}{79 W m ^{-1} K ^{-1}+109 W m ^{-1} K ^{-1}}$

$=91.6 W m ^{-1} K ^{-1}$

(iii) $H^{\prime}=H=\frac{K^{\prime} A\left(T_{1}-T_{2}\right)}{2 L}$

$=\frac{\left(91.6 W m ^{-1} K ^{-1}\right) \times\left(0.02 m ^{2}\right) \times(373 K -273 K )}{2 \times(0.1 m )}$

$=916.1\, W$

Similar Questions

ઉષ્મીય રીતે અલગ કરેલા એક સળિયાનાં બંને છેડાનાં તાપમાનો અનુક્રમે $T _{1}$ અને $T _{2}$ છે. સળિયો $l_{1}$ અને $l_{2}$ એમ બે વિભાગોના જોડાણથી બનેલો છે. બંને દ્રવ્યોની ઉષ્માવાહકતા $k _{1}$ અને $k _{2}$ છે. તો બે ભાગોની જોડતી સપાટીએ તાપમાન કેટલું થાય?

  • [AIEEE 2007]

બે દ્રવ્યોની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $1 : 2$ છે. તો આજ દ્રવ્યોેના સળીયાની લંબાઇનો ગુણોત્તર $1 : 2$ અને આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર $2 : 1$ હોય તો તેમના ઉષ્મિય અવરોધનો ગુણોત્તર ........

અનિયમિત આડછેદ ધરાવતા વાહકમાંથી ઉષ્મા પસાર થાય છે.તો ઉષ્મા પ્રવાહ વિરુધ્ધ અંતરનો આલેખ.

ત્રણ સમાન દ્રવ્ય, સમાન લંબાઈ અને સમાન આડછેદ વાળા સળિયાને જોડીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે.ડાબી અને જમણી બાજુને અનુક્રમે ${0^o}C$ અને ${90^o}C$ તાપમાને રાખેલ છે. તો ત્રણેય સલિયાના જંકશન પાસેનું તાપમાન ....... $^oC$ થાય?

  • [IIT 2001]

તળાવમાં રહેલું $0^o C$ તાપમાન ઘરાવતું પાણીમાં $1 \,cm$ જાડાઇનો બરફનો સ્તરબનતા $7 \,h$ સમય લાગતો હોય તો બરફના સ્તરની જાડાઇ $1 \,cm$ થી $2 \,cm$ થતા ......... $hrs$ લાગશે.