વિધાન : બે સમાન જાડાઈ ધરાવતી ધાતુની પ્લેટની સમતુલ્ય ઉષ્માવાહકતા નાનામાં નાની ઉષ્માવાહકતા ધરાવતી પ્લેટ કરતાં પણ નાની હોય.
કારણ : બે સમાન જાડાઈ ધરાવતી ધાતુની પ્લેટની સમતુલ્ય ઉષ્માવાહકતા $\frac{1}{K} = \frac{1}{{{K_1}}} + \frac{1}{{{K_2}}}$ સૂત્ર મુજબ અપાય છે.
વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપે છે
વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપતું નથી
વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
વિધાન અને કારણ બંને ખોટા છે.
$2L$ લંબાઈના એક સમાન સળીયા $AB$ ના બન્ને છેડા વચ્ચે તાપમાનનો તફાવત $120^oC$ રાખવામાં આવે છે. $AB$ સળીયા જેટલો જ આડછેદ ધરાવતો અને $\frac{3L}{2}$ લંબાઇનો એક બીજા વાંકા સળીયા $PQ$ ને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સળીયા $AB$ સાથે જોડવામાં આવે છે. સ્થાયી અવસ્થામાં $P$ અને $Q$ વચ્ચે તાપમાનનો તફાવત ....... $^oC$ ની નજીકનો હશે
ઉષ્મીય રીતે અલગ કરેલા એક સળિયાનાં બંને છેડાનાં તાપમાનો અનુક્રમે $T _{1}$ અને $T _{2}$ છે. સળિયો $l_{1}$ અને $l_{2}$ એમ બે વિભાગોના જોડાણથી બનેલો છે. બંને દ્રવ્યોની ઉષ્માવાહકતા $k _{1}$ અને $k _{2}$ છે. તો બે ભાગોની જોડતી સપાટીએ તાપમાન કેટલું થાય?
આકૃતિમાં $r_1$ અને $r_2$ ત્રિજયાની બે ગોલીય કવચના તાપમાન અનુક્રમે $T_1$ અને $T_2$ છે.આ બે ગોલીય કવચ વચ્ચેના વિસ્તારમાં રહેલા દ્રવ્યમાંથી ત્રિજયાવર્તી દિશામા ઉષ્માવહનનો દર ___________ ના સમપ્રમાણમાં હશે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જુદા-જુદા દ્રવ્યમાંથી બનેલા બે સળિયા $A$ અને $B$ ને એકસાથે વેલ્ડ કરવામાં આવે છે. આ સળિયાઓની ઉષ્મા વાહકતા અનુક્રમે $K _{1}$ અને $K _{2}$ છે. બનેલા સંયુક્ત સળિયાની ઉષ્મા વાહકતા કેટલી થાય?
ત્રણ સમાન આડછેદ અને લંબાઈ ધરાવતા સળિયાને જુદા-જુદા દ્રવ્યમાંથી બનાવેલ છે જેમની ઉષ્માવાહકતા અનુક્રમે $K _{1}, K _{2},$ અને $K _{3}$ છે. તેને પછી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળિયાના એક છેડાને $100^{\circ} C$ તાપમાને અને બીજા છેડાને $0^{\circ} C$ તાપમાને રાખેલ છે જો સંતુલન સમયે સળીયાના જોડાણના જંકશનનું તાપમાન અનુક્રમે $70^{\circ} C$ અને $20^{\circ} C$ હોય અને સળિયાની સપાટી પરથી કોઈ પણ ઉર્જાનો વ્યય થતો ના હોય તો $K _{1}, K _{2}$ અને $K _{3}$ વચ્ચેનો સંબધ શું હશે?