દુગ્ધસ્રાવના શરૂઆતના દિવસોમાં માતા દ્વારા સ્ત્રાવ કરવામાં આવતું પીળાશ પડતું પ્રવાહી $-$ કોલોસ્ટ્રમ, નવજાત ઈન્ફન્ટ્સને રોગપ્રતિકારક્તા મેળવવા માટે ખુબજ જરૂરી છે. કારણ કે તે આ ધરાવે છે
નૈસર્ગિક (કુદરતી) મારક કોષો
મોનોસાઈટ્સ
મેક્રોફેજીસ
ઈમ્યુનોગ્લોબ્યુલિન $A.$
યોગ્ય જોડ મેળવોઃ
કોલમ $I$ | કોલમ $II$ |
$1.$ અસ્થિમજ્જા | $a.$ જન્મ સમયે મોટું કદ,પુખ્તાવસ્થાએ ખુબ નાનું કદ |
$2.$ થાયમસ | $b.$ લસિકાકણ સહીત બધા રુધિરકોષોનું સર્જન |
$3.$ બરોળ | $c.$ પેશીજાળમાં રહેલ સૂક્ષ્મ જીવોને જકડી લે |
$4.$ લસિકાગાંઠ | $d.$ મોટા વટાણાના દાણા જેવું |
$B\,-$ કોષો અને $T\,-$ કોષો ક્યાં ઉત્પન્ન થાય છે ? તેઓ એકબીજાથી કઈ રીતે જુદા પડે છે ?
નીચેના પૈકી કોણ શરીરમાં પ્રવેશતા સૂક્ષ્મજીવોનો નાશ કરે છે?
વિધાન $A$ : શરીર રોજ મોટી સંખ્યામાં રોગકારક ચેપી દ્રવ્યોના સંપર્કમાં આવતું હોવા છતાં થોડાક જ રોગોનો ભોગ બને છે. કારણ $R$ : શરીરમાં પ્રતિકારતંત્ર આવેલું છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
નીચેના પૈકી કોનો દેહધાર્મિક અંતરાયમાં સમાવેશ થતો નથી?