મેન્ડેલીફના આવર્તકોષ્ટકમાં અને આધુનિક આવર્તકોષ્ટકમાં તત્ત્વોની ગોઠવણીમાં સમાનતા અને ભિન્નતા દર્શાવો.
|
મેન્ડેલીફનું આવર્તકોષ્ટક | આધુનિક આવર્તકોષ્ટક | |
$1.$ |
તેમાં તત્ત્વોની ગોઠવણી તત્ત્વોના પરમાણ્વીય ક્રમાંકને આધારે કરવામાં આવે છે. |
$1.$ | તેમાં તત્ત્વોની ગોઠવણી તત્ત્વોના પરમાણ્વીય દળને આધારે કરવામાં આવે છે. |
$2.$ | તેમાં $6$ આવર્ત અને $8$ સમૂહો આવેલા છે. | $2.$ | તેમાં $7$ આવર્ત અને $18$ સમૂહો આવેલા છે. |
$3.$ | નિષ્ક્રિય વાયુ તત્ત્વોની હાજરી નથી. | $3.$ | નિષ્ક્રિય વાયુ તત્ત્વો અલગ સમૂહમાં ગોઠવાયેલા છે. |
$4.$ |
સંક્રાંતિ તત્ત્વોને જુદા પાડવામાં આવેલ નથી. |
$4.$ | સંક્રાંતિ તત્ત્વોને અલગ સમૂહમાં જુદા પાડવામાં આવ્યા છે. |
$5.$ |
લેન્થેનોઇડ અને ઍક્ટિનોઇડ્સથી તત્ત્વો હાજર નથી. |
$5.$ |
લેન્થનોઇડ અને ઍક્ટિનોઇડ્સ તત્ત્વોને આવર્તકોષ્ટકના તળિયે ગોઠવેલા છે. |
$6.$ | તત્ત્વોનું સ્થાન એટલે કે સમૂહનો ક્રમ અને આવર્તનો ક્રમ નક્કી કરી શકાતો નથી. | $6.$ | તત્ત્વોની ઇલેક્ટ્રૉનીય રચનાને આધારે તત્ત્વો / પરમાણુના આવર્ત ક્રમ તથા સમૂહનો ક્રમ સરળતાથી નક્કી કરી શકાય છે. |
આવર્તકોષ્ટકમાં તેમના સ્થાનને ધ્યાનમાં લેતા નીચે દર્શાવેલાં તત્ત્વો પૈકી કયું તત્ત્વ તમારી ધારણા અનુસાર સૌથી વધુ ધાત્વીય લક્ષણ ધરાવે છે ?
$Ga$ $Ge$ $As$ $Se$ $Be$
કયા તત્ત્વમાં
$(a)$ કુલ ત્રણ કક્ષા છે કે જે સંયોજકતા કક્ષામાં ચાર ઇલેક્ટ્રૉન ધરાવે છે ?
$(b)$ કુલ બે કક્ષા છે કે જે સંયોજકતા કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રૉન ધરાવે છે
$(c)$ બીજી કક્ષામાં પ્રથમ કક્ષા કરતાં બમણા ઇલેક્ટ્રૉન છે ?
ડોબરેનરના વર્ગીકરણની મર્યાદાઓ શું છે ?
પરમાણુની ઇલેક્ટ્રૉનીય રચનાને તેના આધુનિક આવર્તકોષ્ટકમાં સ્થાન સાથે શો સંબંધ છે ?
કયા તત્ત્વમાં
$(a)$ બે કક્ષાઓ છે તથા બંને ઇલેક્ટ્રૉનથી સંપૂર્ણ ભરાયેલ છે ?
$(b)$ ઇલેક્ટ્રૉનીય રચના $2$, $8$, $2$ છે ?