આર્વતકોષ્ટકમાં બોરોન જે સમૂહમાં છે તે જ સમૂહનાં તમામ તત્ત્વોનો કયો ગુણધર્મ સમાન છે ?
બોરોન એ આવર્તકોષ્ટકના સમૂહ $-13$ નું તત્ત્વ છે આથી બોરોન જે સમૂહમાં છે તે જ સમૂહના તમામ તત્ત્વો સમૂહ $-13$ ના છે કે જેમની બાહ્યતમ કક્ષામાં $3$ ઇલેક્ટ્રૉન ધરાવે છે.
આમ, આ સમૂહના બધા જ તત્ત્વો તેમના સંયોજનોમાં $+3$ સંયોજકતા ધરાવે છે. તે તમામ તત્ત્વોનો સમાન ગુણધર્મ છે.
આવર્તકોષ્ટકમાં તેમના સ્થાનને ધ્યાનમાં લેતા નીચે દર્શાવેલાં તત્ત્વો પૈકી કયું તત્ત્વ તમારી ધારણા અનુસાર સૌથી વધુ ધાત્વીય લક્ષણ ધરાવે છે ?
$Ga$ $Ge$ $As$ $Se$ $Be$
ગેલિયમ સિવાય અત્યાર સુધી કયાં-કયાં તત્ત્વો વિશે જાણ થઈ છે જેના માટે મેન્ડેલીફે પોતાના આવર્તકોષ્ટકમાં ખાલી સ્થાન છોડ્યું હતું ? (ગમે તે બે)
ન્યૂલૅન્ડના અષ્ટકના સિદ્ધાંતની મર્યાદાઓ શું છે ?
નાઇટ્રોજન (પરમાણ્વીય-ક્રમાંક $7$) તથા ફૉસ્ફરસ (પરમાણ્વીય-ક્રમાંક $15$) આવર્તકોષ્ટકના સમૂહ $15$ ના સભ્યો છે. આ બંને તત્ત્વોની ઇલેક્ટ્રૉનીય રચના લખો. આમાંથી કયું તત્ત્વ વધુ વિદ્યુતઋણમય હશે ? શા માટે ?
શું ડોબરેનરની ત્રિપુટી ન્યુલેન્ડના અષ્ટકના સમૂહમાં પણ જોવા મળે છે ? સરખામણી કરી શોધી કાઢો.