નીચેની સ્પીસીઝની સાપેક્ષ સ્થાયીતા સરખાવો અને તેમના ચુંબકીય ગુણધર્મો સૂચવો :
${{\rm{O}}_2}{\rm{,O}}_2^ + ,{\rm{O}}_2^ - $ (સુપર-ઓક્સાઇડ); ${\rm{O}}_2^{2 - }$ (પેરોક્સાઇડ)
$O _{2}^{2-}$ માં કુલ ઇલેક્ટ્રોન $=16+2=18$
$O _{2}^{2-}$ ની $MO$ માં ઇલેક્ટ્રોન રચના : $\left(\sigma_{1 s}\right)^{2}\left(\sigma_{1 s}^{*}\right)^{2}\left(\sigma_{2 s}\right)^{2}\left(\sigma_{2 s}^{*}\right)^{2}\left(\sigma_{2 p_{z}}\right)^{2}\left(\pi_{2 p_{x}}\right)^{2}\left(\pi_{2 p_{y}}\right)^{2}\left(\pi_{2 p_{x}}^{*}\right)^{2}$
$\left(\pi_{2 p_{y}}^{*}\right)^{2}$
$O _{2}^{2-}$ નો બંધક્રમાંક $=\frac{1}{2}\left( N _{ b }- N _{ a }\right)=\frac{1}{2}(10-8)=1$
સ્થાયીતા : જેમ બંધક્રમાંક વધારે તેમ સ્થાયીતા વધારે જેથી સ્થિરતાનો ક્રમ નીચે મુજબ.
$O _{2}^{+}(2.5)> O _{2}(2.0)> O _{2}^{-}(1.5)> O _{2}^{2-}(1.0) \longleftarrow$ બંધક્રમાંક અને સ્થિરતા વધે $\longleftarrow$
ચુંબકીય ગુણો : અનુચુંબકીયમાં એક કે વધારે અયુગ્મ ઈલેક્ટ્રોન હોય છે, જેથી $O _{2}, O _{2}^{+}, O _{2}^{-}$અનુયુંબકીય અને $O _{2}^{2-}$ માં બધાં જ ઇલેક્ટ્રોનયુગ્મ હોવાથી $O _{2}^{2-}$ પ્રતિચુંબકીય છે.
સામાન્ય રીતે બંધક્રમાંક એ આણ્વિય ઘટકોની સ્થિરતાનો ખ્યાલ આપે છે. બધા જ અણુઓ જેવા કે $H_2,\,\, Li_2$ અને $B_2$ ના બંધક્રમાંક સમાન હોવા છતા તેઓ સમાન રીતે સ્થાયી નથી. તેઓની સ્થિરતાનો ક્રમ જણાવો.
નીચેના પૈકી ક્યો અણુ અનુચુંબકીય છે ?
${{\rm{O}}_2}$ અણુમાં પ્રતિબંધકારક આણ્વિય કક્ષકોમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે ?
$O_2^+ ; O_2 , O_2^-$ અને $O_2^{2-}$ માટે $O -O$ બંધમાં આંતરકેન્દ્રિય અંતર અનુક્રમે જણાવો.
સમાન બંધક્રમાંક ધરાવતી ધટકોની જોડ.......