પારિમાણિક સૂત્ર અને પારિમાણિક સમીકરણની વ્યાખ્યા લખી તેમના ઉદાહરણ જણાવો.
કોઈ ભૌતિક રાશિના એકમ અને મૂળભૂત ભૌતિક રાશિઓના એકમો વચ્ચેના સંબંધ દર્શાવતા સૂત્રને તે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર કહે છે.
અથવા
આપેલ ભૌતિક રાશિને કેટલી અને કઈ મૂળભૂત રાશિઓ દ્વારા દર્શાવવામાં આવે છે તે સંબંધને ભૌતિક રાશિનું પરિમાણિક સૂત્ર કહે છે.
ઉદાહરણ :
કદનું પારિમાસિક સૂત્ર : $\left[\mathrm{M}^{0} \mathrm{~L}^{3} \mathrm{~T}^{0}\right]$ છે.
ઝડપ અથવા વેગનું પારિમાણિક સૂત્ર : $ [M\left.{ }^{0} \mathrm{LT}^{-1}\right]$ છે.
પ્રવેગનું પારિમાણિક સૂત્ર: $[M\left.^{0} \mathrm{LT}^{-2}\right]$ છે.
ધનતાનું પારિમાણિક સૂત્ર : $\left[\mathrm{M} \mathrm{L}^{-3} \mathrm{~T}^{0}\right]$ છે.
કોઈ ભૌતિક રાશિની સંજ્ઞા અને પારિમાણિક સૂત્રથી બનતા સમીકરણ પારિમાણિક સમીકરણ કહે છે.
અથવા
કોઈ ભૌતિક રાશિને તેના પારિમાણિક સૂત્ર સાથે લખવાથી મળતાં સમીકરણ્કને તે ભૌતિક રાશિનું પારિમાણિક સમીકરણ કહે છે.
ઉદાહરણ :
કદ$[\mathrm{V}]=\left[\mathrm{M}^{0} \mathrm{~L}^{3} \mathrm{~T}^{0}\right]$
વેગ અથવા ઝડપ $[v]=\left[\mathrm{M}^{0} \mathrm{LT}^{-1}\right]$
બળ $[\mathrm{F}]=\left[\mathrm{M} \mathrm{LT}^{-2}\right]$
ઘળ ઘનતા $[\rho]$ અથવા $[d] = [M L^{-3 } \mathrm { T } ^ { 0 } ]$
${e^2}/4\pi {\varepsilon _0}hc$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
જ્યાં $e,\,{\varepsilon _0},\,h$ અને $c$ અનુક્રમે વિદ્યુતભાર, પરમિટિવિટી, પ્લાન્ક નો અચળાંક અને પ્રકાશનો વેગ છે.