ચુંબકનું ધ્રુવમાન વ્યાખ્યાયિત આપી. અને એકમ લખો.
$M $ ચુંબકીય મોમેન્ટ ધરાવતા બે સમાન ગજિયા ચુંબકને $2d $ અંતરે અક્ષો લંબ રહે તેમ મૂકેલા છે.તો બે કેન્દ્રના મધ્યબિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય?
$(a)$ જો ગજિયા ચુંબકના $(i)$ તેની લંબાઈને લંબરૂપે, $(ii)$ તેની લંબાઈને (સમાંત૨), એમ બે ભાગ કરવામાં આવે તો શું થશે ?
$(b)$ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલી ચુંબકીય સોય ટોર્ક અનુભવે છે પરંતુ પરિણામી બળ અનુભવતી નથી. જ્યારે, ગજિયા ચુંબક પાસે મુકેલી ખીલી ટોર્ક ઉપરાંત આકર્ષ બળ પણ અનુભવે છે. શા માટે ?
$(c)$ શું દરેક ચુંબકીય સંરચના $(Configuration)$ ને ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ હોવા જોઈએ ? ટૉરોઇડના ચુંબકીય ક્ષેત્રવિશે શું કહેશો?
$(d)$ બે એક સરખા લોખંડના ટુકડાઓ $A$ અને $B$ આપેલા છે, જેમાંથી કોઈ એક ચોક્કસપણે ચુંબકીત કરેલો હોવાનું જ્ઞાન છે (આપણે જાણતા નથી કે તે કયો છે). બંને ચુંબકીત કરેલા છે કે નહીં તે તમે કેવી રીતે નક્કી કરી શકશો ? જો એક જ ચુંબકીત $(Magnetised)$ કરેલ હોય, તો કેવી રીતે કહી શકાય કે તે કયો છે ? [ફક્ત આ ટુકડાઓ $A$ અને $B$ સિવાય બીજા કશાયનો ઉપયોગ કરવાનો નથી.]
ચુંબકત્વ માટે ગૉસનો નિયમ લખો.
પૃથ્વીને ચુંબકીય કાઇપોલના મોડેલ $( \mathrm{Model} )$ તરીકે લઈએ, તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર $\mathrm{B}$ નીચે પ્રમાણે અપાય છે.
${{\rm{B}}_{\rm{v}}} = $ = ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક $ = \frac{{{\mu _0}}}{{4\pi }}\frac{{2m\,\cos \theta }}{{{r^3}}}$
${{\rm{B}}_H}$ $=$ ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક ${{\rm{B}}_H} = \frac{{{\mu _0}}}{{4\pi }}\frac{{m\,\sin \theta }}{{{r^3}}}$
$\theta = {90^o}$ - વિષુવવૃત્ત પરથી માપેલ અક્ષાંશ છે, તો : જે બિંદુએ ${{\rm{\vec B}}}$ લઘુતમ હોય.
$(a)$ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વડે (દરેક બિંદુએ) દર્શાવેલી દિશામાં ચુંબકિત કરેલ સોય (તે બિંદુએ) ગોઠવાય છે (એક રેખસ્થ થાય છે). શું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગતિ કરતા વિદ્યુતભાર માટે દરેક બિંદુએ ચુંબકીય બળ રેખાઓ દર્શાવે છે ?
$(b)$ ટોરોઇડના ગર્ભ ભાગ $(Core)$ માં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણતઃ સમાયેલી હોય છે, પરંતુ સીધા સોલેનોઇડમાં નહીં. શા માટે ?
$(c)$ જો ચુંબકીય એક ધ્રુવીઓ અસ્તિત્વ ધરાવતી હોત, તો ચુંબકત્વ માટેના ગૉસના નિયમમાં શું ફરક પડત ?
$(d)$ શું ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર તેના પોતાના પર ટૉર્ક લગાડે ? શું વિદ્યુતપ્રવાહ ધારિત તારનો એક ખંડ (વિભાગ) તે જ તારના બીજા વિદ્યુતપ્રવાહ ધારિત ખંડ (વિભાગ) પર બળ લગાડશે ?
$(e)$ ગતિમાન વિધુતભારોના કારણે ચુંબકીયક્ષેત્ર ઉદ્ભવે છે. કોઈ તંત્રનો ચોખ્ખો (પરિણામી) વિધુતભાર શૂન્ય હોય તો પણ તેને ચુંબકીય ચાકમાત્રા (મોમેન્ટ) હોઈ શકે ?