$(a)$ જો ગજિયા ચુંબકના $(i)$ તેની લંબાઈને લંબરૂપે, $(ii)$ તેની લંબાઈને (સમાંત૨), એમ બે ભાગ કરવામાં આવે તો શું થશે ?

$(b)$ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલી ચુંબકીય સોય ટોર્ક અનુભવે છે પરંતુ પરિણામી બળ અનુભવતી નથી. જ્યારે, ગજિયા ચુંબક પાસે મુકેલી ખીલી ટોર્ક ઉપરાંત આકર્ષ બળ પણ અનુભવે છે. શા માટે ?

$(c)$ શું દરેક ચુંબકીય સંરચના $(Configuration)$ ને ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ હોવા જોઈએ ? ટૉરોઇડના ચુંબકીય ક્ષેત્રવિશે શું કહેશો?

$(d)$ બે એક સરખા લોખંડના ટુકડાઓ $A$ અને $B$ આપેલા છે, જેમાંથી કોઈ એક ચોક્કસપણે ચુંબકીત કરેલો હોવાનું જ્ઞાન છે (આપણે જાણતા નથી કે તે કયો છે). બંને ચુંબકીત કરેલા છે કે નહીં તે તમે કેવી રીતે નક્કી કરી શકશો ? જો એક જ ચુંબકીત $(Magnetised)$ કરેલ હોય, તો કેવી રીતે કહી શકાય કે તે કયો છે ? [ફક્ત આ ટુકડાઓ $A$ અને $B$ સિવાય બીજા કશાયનો ઉપયોગ કરવાનો નથી.]

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(a)$ બંને કિસ્સામાં, આપણને બે ચુંબકો મળશે, જે દરેકને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હશે.

$(b)$ જો ચુંબકીય ક્ષેત્ર નિયમિત હશે તો કોઈ બળ નહીં લાગે. ગજિયા ચુંબકના કારણે લોખંડની ખીલી અનિયમિત ચુંબકીય ક્ષેત્ર અનુભવે છે. ખીલીમાં ચુંબકીય ચોકમાત્રા પ્રેરિત થાય છે અને તેથી, તે બળ અને ટૉર્ક બંને અનુભવે છે. પરિણામી બળ આકર્ષી હોય છે કારણ કે ખીલીમાં પ્રેરિત થયેલ ઉત્તર ધ્રુવની સરખામણીમાં, પ્રેરિત દક્ષિણ ધ્રુવ (ધારો કે), ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક હોય છે.

$(c)$ એવું જરૂરી નથી. એ ત્યારે જ સાચું છે કે જ્યારે (ચુંબકીય) ક્ષેત્રના ઉદગમની પરિણામી ચુંબકીય ચાકમાત્રા શૂન્ય ન હોય. ટોરોઇડ કે સીધા અનંત લંબાઇના વાહક માટે આમ હોતું નથી.

$(d)$ આ ટુકડાઓના જુદા જુદા છેડા એકબીજાની પાસે લાવી જુઓ. કોઈ પરિસ્થિતિ દરમિયાન અપાકર્ષ બળ અનુભવાય તો તે દર્શાવે છે કે બંને ચુંબકીત કરેલા છે. જો તે (દરેક સ્થિતિમાં) કાયમ આકર્ષે, તો બે માંથી એક ચુંબકીત કરેલ નથી. ગજિયા ચુંબકમાં ચુંબકીયક્ષેત્રની તીવ્રતા તેના બંને છેડે (ધ્રુવો પર) મહત્તમ હોય છે અને વચ્ચેના ભાગમાં અત્યંત નબળી (લઘુત્તમ) હોય છે. આ હકીકતનો ઉપયોગ કરીને $A$ અથવા $B$ ચુંબક છે કે નહીં તે નક્કી કરી શકાય. બે ટુકડામાંથી ક્યો ચુંબક છે તે નક્કી કરવા, કોઈ એક ટુકડો લો ( ધારોકે $A$ ), અને તેના કોઈ એક છેડાને બીજા ટુકડા ( ધારોકે $B$ )ના કોઈ એક છેડા પાસે નીચે લાવો, અને ત્યારબાદ $B$ ના કેન્દ્ર (મધ્યભાગ) પાસે લાવો. જો તમને લાગે કે $B$ ના કેન્દ્ર પાસે $A$ કોઈ બળ અનુભવતો નથી, તો $B$ ચુંબકીત છે. જો તમને $B$ ના છેડાથી કેન્દ્ર તરફ આવતાં કોઈ ફરક ન અનુભવાય, તો $A$ ચુંબકીત છે.

Similar Questions

મુક્ત રીતે લટકાવેલા ચુંબક કઈ દિશામાં સ્થિર રહે છે ?  તે જણાવો

કોઈ પણ બંધ પૃષ્ઠમાથી પસાર થતું ચોખ્ખું (પરિણામી) ચુંબકીય ફ્લક્સ $.........$ હોય છે.

  • [NEET 2023]

બે ચુંબકીય ક્ષેત્રરેખાઑ એકબીજાને છેદે ? કેમ ?

$3.0 \,A-m^2$ ના ચુંબકીય મોમેન્ટ ધરાવતા ગજિયા ચુંબકને $2 \times 10^{-5} \,T$ ના ચુંબકીયક્ષેત્રમાં મૂકતાં દરેક ધ્રુવ પર લાગતું બળ $6 \times 10^{-4} \,N$ હોય,તો ચૂંબકની લંબાઇ કેટલા ....$m$ હશે?

પરિમિત લંબાઈના સોલેનોઇડની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરો.