$\mathrm{N}$ વિધુતભારોના સમૂહના લીધે કોઈ પણ બિંદુ આગળના વિધુતસ્થિતિમાનનું સૂત્ર મેળવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $P$ બિંદુથી $r_{1}, r_{2}, r_{3}, \ldots, r_{ N }$ અંતરે અનુક્રમે $q_{1}, q_{2}, q_{3}, \ldots, q_{ N }$ વિદ્યુતભારો છે.

$P$ બિંદુ આગળ $q_{1}$ વિદ્યુતભારના લીધે વિદ્યુતસ્થિતિમાન,

$V _{1}=\frac{k q_{1}}{r_{ iP }}$ જ્યાં $k$ કુલંબનો અચળાંક $=\frac{1}{4 \pi \epsilon_{0}}$ અને

$r_{1 P }=q_{1}$ વિદ્યુતભાર અને $P$ બિંદુ વચ્ચેનું અંતર આવી જ રીતે, $q_{2}, q_{3}, \ldots, q_{ N }$ વિદ્યુતભારોના લીધે $P$ પાસે વિદ્યુતસ્થિતિમાન અનુક્રમે,

$v _{2}=\frac{k q_{2}}{r_{2 P }}, v _{3}=\frac{k q_{3}}{r_{3 P }} \text { અને } v _{ N }=\frac{k q_{ N }}{r_{ NP }}$

વિદ્યુતસ્થિતિમાન અદિશ રાશિ છે. તેથી $P$ પાસે કુલ વિદ્યુતસ્થિતિમાન, $V = V _{1}+ V _{2}+ V _{3}+, \ldots, V _{ N }$

વિદ્યુતસ્થિતિમાન અદિશ રાશિ છે. તેથી $P$ પાસે કુલ વિદ્યુતસ્થિતિમાન, V= V $1+ V _{2}+ V _{3}+, \ldots, v _{ N }$ $\therefore V =k\left[\frac{q_{1}}{r_{ IP }}+\frac{q_{2}}{r_{2 P }}+\frac{q_{3}}{r_{3 P }}+\frac{q_{ N }}{r_{ NP }}\right]$

$\therefore V =k \sum_{i=1}^{ N } \frac{q_{i}}{r_{i P }} \quad$ જ્યાં $i=1,2,3, \ldots, N$

જો ઊગમબિંદુની સાપેક્ષે $P$બિંદુનો  સ્થાનસદિશ $\vec{r}$ અને $q_{1}, q_{2}, \ldots, q_{ N }$ વિદ્યુતભારોના સ્થાનસદિશ અનુક્રમે

$\overrightarrow{r_{1}}, \overrightarrow{r_{2}}, \ldots, \overrightarrow{r_{n}}$ હોય,તો $P$ બિંદુ પાસેનું વિદ્યુતસ્થિતિમાન,

$V =k \sum_{i=1}^{ N } \frac{q_{i}}{\left(\vec{r}-\overrightarrow{r_{i}}\right)}$જ્યાં $i=1,2,3, \ldots, N$

898-s69

Similar Questions

${{\rm{R}}_1}$ અને ${{\rm{R}}_2}$ $\left( {{{\rm{R}}_1} > {{\rm{R}}_2}} \right)$ ત્રિજ્યાવાળા બે વાહક ગોળાઓ વિચારો. જો બંને ગોળાઓ સમાન સ્થિતિમાને હોય, તો નાના ગોળાઓ પરના વિધુતભાર કરતાં મોટા ગોળા પર વધુ વિધુતભાર હોય. મોટા ગોળા કરતાં નાના ગોળા પર વિધુતભારની પૃષ્ઠ ઘનતા વધારે હોય કે ઓછી તે જણાવો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસનાં શિરોબિંદુઓ પર વિદ્યુતભાર મૂકેલા છે.આ ચોરસના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર $\vec E$ અને વિદ્યુતસ્થિતિમાન $V$ છે.જો $A$ અને $B$ પરના વિદ્યુતભારને $D$ અને $C$ સ્થાને રહેલા વિદ્યુતભાર સાથે અદલા-બદલી કરવામાં આવે, તો ચોરસના કેન્દ્ર પર .......

  • [AIEEE 2007]

એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર $\vec E = (Ax + B)\hat i$ $N\,C^{-1}$ મુજબ પ્રવર્તે છે જ્યાં $x$ મીટરમાં છે અચળાંકો $A = 20\, SI\, unit$ અને $B = 10\, SI\, unit$ છે.જો $x =1$ આગળ વિદ્યુતસ્થિતિમાન $V_1$ અને $x = -5$ આગળ વિદ્યુતસ્થિતિમાન $V_2$ હોય તો $V_1 -V_2$ કેટલા ......$V$ થશે?

  • [JEE MAIN 2019]

${q_1} = 2\,\mu C$ અને ${q_2} = - 1\,\mu C$  ને $x = 0$ અને $x = 6$ પર મુકતાં વિદ્યુતસ્થિતિમાન શૂન્ય કયાં બિંદુએ થાય?

કોઈ વિધુતભાર તંત્રના લીધે કોઈ બિંદુ પાસેનું સ્થિતિમાનનું સૂત્ર લખો.