કોઈ વિધુતભાર તંત્રના લીધે કોઈ બિંદુ પાસેનું સ્થિતિમાનનું સૂત્ર લખો.
$r$ અંતરે આવેલા સમાન વિદ્યુતભારિત ગોળાની બહારની બાજુએ વિદ્યુત સ્થિતિમાન ($a$ = ગોળાની ત્રિજ્યા) ........
કોઈ વિદ્યુતભારના વિદ્યુતક્ષેત્ર અને કોઈ પણ બિંદુ આગળના વિદ્યુતસ્થિતિમાનનો સંબંધ લખો.
$+ 1\,\mu C$ જેટલો વિજભાર ધરાવતો બિંદુવત વિજભાર $(0, 0, 0) $ પર છે. એક વિજભારરહિત વાહક ગોળાનું કેન્દ્ર $(4, 0, 0)$ આગળ છે. તો ગોળાના કેન્દ્ર આગળ વિદ્યુતસ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર કેટલું મળે?
એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર $\vec E = (Ax + B)\hat i$ $N\,C^{-1}$ મુજબ પ્રવર્તે છે જ્યાં $x$ મીટરમાં છે અચળાંકો $A = 20\, SI\, unit$ અને $B = 10\, SI\, unit$ છે.જો $x =1$ આગળ વિદ્યુતસ્થિતિમાન $V_1$ અને $x = -5$ આગળ વિદ્યુતસ્થિતિમાન $V_2$ હોય તો $V_1 -V_2$ કેટલા ......$V$ થશે?
$5 \times 10^{-8} \;C$ અને $-3 \times 10^{-8}\; C$ ના બે વિદ્યુતભારો એકબીજાથી $16 \,cm$ અંતરે રહેલા છે. આ બે વિદ્યુતભારોને જોડતી રેખા પરના કયા બિંદુ(ઓ)એ વિદ્યુતસ્થિતિમાન શૂન્ય છે? અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લો.