પ્રવાહીના બુંદ અને પરપોટા માટે દબાણના તફાવતનું સમીકરણ તારવો.
આકૃતિ $(a)$ માં પ્રવાહીમાં વાયુનો પરપોટો છે અને આકૃતિ $(b)$ માં આ પરપોટો ગોળાકાર દર્શાવ્યો છે તથા આકૃતિ $(c)$ માં હવામાં રચાતો સાબુના દ્રાવહનો પરપોટો છે.
ધારો કે, આ રીતે રચાતા પરપોટાની ત્રિજ્યા $r$ અને અંદરનું દબાણ $P _{i}$ તથા બહારનું દબાણ $P _{0}$ છે. પ્રવાહીમાં રચાતા પરપોટા અથવા પ્રવાહીના ટીપાં (બુંદ) માટે $P _{i}- P _{0}$ મેળવીએ.
ટીપાની અંદરનું દબાણ $p _{i}$ અને ટીપાં પર બહારથી લાગતું દબાણ $P _{0}$ છે. $P _{i}$ એ $P _{0}$ કરતા સ્હેજ વધારે છે. પરપોટાની ત્રિજ્યા $r$ હોય ત્યારે તેની સપાટીનું ક્ષેત્રફળ
$A _{1}=4 \pi r^{2}...1$
પરપોટાની ત્રિજ્યા $\Delta r$ વધારતા તેની નવી ત્રિજ્યા $r+\Delta r$ થાય છે. આ સપાટીનું ક્ષેત્રફળ $A _{2}=4 \pi(r+\Delta r)^{2}$
$A _{2}=4 \pi\left(r^{2}+2 r \cdot \Delta r+\Delta r^{2}\right)$
અન્ય પદની સાપેક્ષમાં $\Delta r^{2}$ સૂક્ષ્મ હોવાથી અવગણ્તાં
$A_{2}=4 \pi\left(r^{2}+2 r \Delta r\right)...(2)$
ટીપાની સપાટીના ક્ષેત્રફળમાં થતો ફેરફાર
$\Delta A= A _{2}- A _{1}$
$\Delta A=4 \pi\left(r^{2}+2 r \Delta r\right)-4 \pi r^{2}$
$=4 \pi\left(r^{2}+2 r \Delta r-2 r^{2}\right)$
$=4 \pi(2 r \Delta r)$
$\Delta r=8 \pi r \Delta r$ ટીપાની મુક્ત સપાટીના ક્ષેત્રફળમાં $\Delta A$ જેટલો વધારો કરવા માટે કરવું પડતું કાર્ય.
$W = S _{l a}(\Delta A )$
$W = S _{l a}(8 \pi r \Delta r)$
પરપોટો ફુલાવવાની પ્રક્રિયામાં તેની અંદરની $4 \pi r^{2}$ ક્ષેત્રફળની સપાટી પર દબાણના તફાવત $\left( P _{i}- P _{0}\right)$ ના લીધે લાગતું બળ $\left( P _{i}- P _{0}\right) 4 \pi r^{2}$ છે, આ બળની અસર હેઠળ સપાટી $\Delta r$ જેટલું સ્થાનાંતર પામે, તો સપાટી પર થતું કાર્ય,
$W=$(બળ)$\times$(સ્થાનાંતર)
$W=$(દબાણનો તફાવત)$\times$(ક્ષેત્રફળ)$\times$(સ્થાનાંતર)
$W=\left(P_{i}-P_{o}\right)\left(4 \pi r^{2}\right)(\Delta r)....(5)$
કોલમ - $\mathrm{I}$ માં પરપોટાની રચના અને કોલમ - $\mathrm{II}$ માં તેમની વચ્ચે અંદરના અને બહારના દબાણનો તફાવત આપેલો છે, તો તેમને યોગ્ય રીતે જોડો :
કોલમ - $\mathrm{I}$ | કોલમ - $\mathrm{II}$ |
$(a)$ હવામાં રચાતું પ્રવાહીનું ટીપું | $(i)$ $\frac{{4T}}{R}$ |
$(b)$ હવામાં રચાતાં પ્રવાહીના પરપોટા | $(ii)$ $\frac{{2T}}{R}$ |
$(iii)$ $\frac{{2R}}{T}$ |
એક સાબુના પરપોટામાં અંદરનું દબાણ બીજા પરપોટાના અંદરના દબાણ કરતાં ત્રણ ગણું છે તો તેમના કદનો ગુણોત્તર કેટલો થાય?
વિધાન : નાના ટીપાં મોટા ટીપાં કરતાં વધારે પ્રતિબળનો વિરોધ કરે.
કારણ : ટીપાની અંદરનું દબાણ તેની સપાટીના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય
એક પરપોટાનું અંદરનું અને બહારના દબાણનો તફાવત બીજા પરપોટા કરતાં ચાર ગણો છે,તો કદનો ગુણોત્તર કેટલો થાય?
$2.5 \times 10^{-2}\; N / m$ પૃષ્ઠતાણ ધરાવતાં એક ડિટરજન્ટના દ્રાવણમાંથી $1\;mm$ ની ત્રિજ્યાનો સાબુનો પરપોટો ફુલાવવામાં આવે છે. પરપોટાની અંદરનું દબાણ એ પાત્રમાં પાણીની મુક્ત સપાટીની નીચે ${Z_0}$ બિંદુ પરના દબાણને સમાન છે. $g = 10\,m/{s^2}$, પાણીની ઘનતા $10{\,^3}\,kg/{m^3}$ લઈએ ,તો ${Z_0}$ નું મૂલ્ય ($cm$ માં) કેટલું હશે?