એકદળી પ્રકાંડ (મકાઈ પ્રકાંડ)ની આંતરિક રચના વર્ણવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

મકાઈ એકદળી વનસ્પતિ છે. તેના પ્રકાંડના પાતળા-અભિરંજિત કરેલ છેદને સૂક્ષ્મદર્શક નીચે તપાસતાં નીચે પ્રમાણેના ભાગો જોવા મળે છે : (1) અધિસ્તર (2) આધારપેશી (3) વહિપુલો.

$(1)$ અધિસ્તર (Epidermis) : અધિસ્તર સૌથી બહારનું સ્તર છે, તે મૃદુત્તક કોષોનું બનેલું એકસ્તરીય સ્તર છે. કોષોની બહારની દીવાલ ઉપર ક્યુટિકલનું આવરણ આવેલું છે.

આ સ્તર ઉપરથી પ્રકાંડરોમ ઉત્પન્ન થતાં નથી. તેથી તેની સપાટી સુંવાળી હોય છે. સ્તરમાં પર્ણો જોઈ શકાય છે. આ સ્તરનું કાર્ય રક્ષણ અને વાતવિનિમયનું છે.

$(2)$ આધારપેશી (Ground Tissue) : આધારપેશીમાં સૂર્યમુખીના પ્રકાંડની જેમ મુખ્ય બાહ્યક, અંતઃસ્તર અને પરિચક્ર જેવી રચના જોવા મળતી નથી.

આધારપેશીનો સૌથી બહારની બાજુએ આવેલો આ પ્રદેશ અધઃસ્તર કહેવાય છે. જે દઢોત્તક પેશીના બેથી ત્રણ સ્તરોનો બનેલો છે. આ કોષો નિર્જીવ અને લિગ્નિનથી સ્થૂલિત થયેલા હોય છે. તે પ્રકાંડને મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે.

અધઃસ્તરની અંદર તરફ પાતળી દીવાલવાળા અને મૃદુત્તકીય હોય છે. આ પ્રદેશમાં વાહિપુલો આવેલાં છે. આધાર પેશીમાં કેન્દ્ર તરફના કોષો પ્રમાણમાં મોટા અને આંતરકોષીય અવકાશ ધરાવતા હોય છે.

$(3)$ વાહિપુલો : મકાઈના પ્રકાંડમાં અસંખ્ય વહિપુલો આધારપેશીમાં વિકીર્ણ રીતે ગોઠવાયેલાં હોય છે. પરિઘ તરફ આવેલાં વાહિપુલો નાનાં અને સંખ્યામાં વધુ અને પાસે-પાસે ગોઠવાયેલાં હોય છે. તેઓની આસપાસ દઢોત્તકીય પુલકંચુક આવેલું હોય છે.

મધ્યમાં આવેલાં વાહિપુલો મોટાં, સંખ્યામાં ઓછાં અને એકબીજાથી દૂર હોય છે. દરેક વાહિપુલની ફરતે સુવિકસિત દઢોત્તકીય પુલકંચુક આવેલું હોય છે. દંઢોરાકીય પુલકંચુક ધરાવતાં આવાં વાહિપુલોને તંતુમય વાહિપુલ (Fibro Vascular Bundle) કહે છે.

પ્રત્યેક વાહિપુલ સહસ્થ, એકપાર્શ્વસ્થ અને સંવર્ધમાન હોય છે. જલવાહિનીનો વિકાસ અંતરારંભ હોય છે.

વાહિપુલમાં અન્નવાહક પેશી બહારની તરફ અને જલવાહક પેશી અંદર તરફ હોય છે. જલવાહિનીઓ જ આકારે ગોઠવાયેલ હોય છે. વાહિપુલમાં વધુનશીલ પેશી એધાનો અભાવ છે.

અન્નવાહક પેશી : અન્નવાહક પેશી $V$ આકારની બહારની બાજુએ આવેલી હોય છે. અન્નવાહક પેશીમાં અન્નવાહક મૃદુત્તક હોતા નથી. જલવાહક પેશી : જલવાહક પેશી અંગ્રેજી અથાર -આકારે ગોઠવાયેલી હોય છે. તેની રચનામાં ત્રણ કે ચાર જલવાહિનીઓ હોય છે. જેમાં બે મોટી જલવાહિનીઓને અનુદારુ કહે છે. તે $V$ ના બંને જુદા પડતા છેડાઓ ઉપર હોય છે. જયારે આદિદારુ અંદર તરફ $V$ ના તલપ્રદેશ તરફ હોય છે

Similar Questions

એકદળી પ્રકાંડ માટે શું સાચું નથી? 

એકદળી પ્રકાંડમાં વાહિપૂલ

........માં અધારોતક પેશીમાં વાહિપુલો છુટાછવાયા જોવા મળે છે.

 એકદળી પ્રકાંડના વાહિપુલો માટે નીચેનામાંથી શું સાચું નથી? 

વિધાન - $1$ : દ્વિદળી પ્રકાંડમાં અંતઃસ્તર ને સ્ટાર્ચનાં શર્કરા આવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે.

વિધાન - $ 2$ : અંતઃસ્તરનાં કોષો સ્ટાર્ચની કણિકાઓથી ભરપૂર રહેલા હોય છે.