2.Human Reproduction
hard

શુક્રકોષજનનની પ્રક્રિયા આકૃતિસહ વર્ણવો. 

Option A
Option B
Option C
Option D

Solution

શુક્રપિંડમાં અપરિપક્વ નર જનનકોષો (આદિ શુક્રકોષો) એ શુક્રકોષજનન (spermatogenesis) દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે.

તે યૌવનારંભ (puberty)થી શરૂ થાય છે.

શુક્રકોષજનનની પ્રક્રિયા એ સળંગ પ્રક્રિયા છે. તેના મુખ્ય બે તબક્કા જોવા મળે છે $:\, (1)$ પ્રશુક્રકોષનું નિર્માણ અને $(2)$ શુક્રકાયાન્તરણ (spermetogenesis).

$(1)$ પ્રશુક્રકોષનું નિર્માણ $:$ જે નરજનનકોષો (આદિશુક્રકોષો) શુક્રકોષો ઉત્પન્ન કરે છે, તે પ્રાથમિક જનનકોષ તરીકે ઓળખાય છે. આ પ્રાથમિક જનનકોષો શુક્રકોષોના નિર્માણ માટે નીચેના ત્રણ તબક્કાઓમાંથી પસાર થાય છે.

$(1)$ ગુણન તબક્કો $:$ આદિ શુક્રકોષો (spermatogonium) શુક્રોત્પાદક નલિકાઓ (seminiferous – lobules)ની દીવાલની અંદર જોવા મળે છે. જે સમસૂત્રીભાજન (mitotic division) દ્વારા ગુણન પામી સંખ્યામાં વધે છે. આદિ શુક્રકોષ દ્વિકીય હોય છે અને $46$ રંગસૂત્રો ધરાવે છે.

$(ii)$ વૃદ્ધિ તબક્કો $:$ આ તબક્કામાં આદિ શુક્રકોષો મોટા જથ્થામાં પોષકદ્રવ્ય અને ક્રોમેટિન દ્રવ્ય એકત્રિત કરે છે. હવે દરેક આદિ શુક્રકોષો પ્રાથમિક પૂર્વશુક્રકોષ તરીકે ઓળખાય છે. જે પોષણ આપતા સરટોલી કોષોમાંથી પોષણ મેળવે છે.

$(iii)$ પરિપક્વ તબક્કો $:$ પ્રાથમિક પૂર્વ શુક્રકોષો (Primary Spermatocytes) કહેવાતા કેટલાક આદિ શુક્રકોષો સમયાંતરે પ્રથમ અર્ધસૂત્રીભાજન પૂર્ણ કરી, બે સમાન એકકીય કોષોનું નિર્માણ કરે છે. જેને દ્વિતીયક પૂર્વ શુક્રકોષો (Secondary Sper matocytes) કહે છે જે ફક્ત $23$ રંગસુત્રો ધરાવે છે.

દ્વિતીય પૂર્વ શુક્રકોષો દ્વિતીય અર્ધસૂત્રીભાજનમાં પ્રવેશી ચાર સમાન એકકીય પ્રશુક્રકોષો (spermatics) ઉત્પન્ન કરે છે.

$(2)$ શુક્રકાયાંતરણ $:$ પ્રશુક્રકોષોનું શુક્રકોષોમાં (spermatozoa / sperm)માં રૂપાંતર થવાની ક્રિયાને શુક્રકાયાંતરણ (sper miogenesis) કહે છે.

શુક્રકોષનું શીર્ષ સરટોલી કોષોમાં અંતઃસ્થાપિત થાય છે અને અંતે શુક્ર ઉત્પાદક નલિકાઓમાંથી મુક્ત થાય છે. આ પ્રક્રિયાને શુક્રકોષ મુક્ત થવાની ક્રિયા (સ્પર્મીએશન spermiation) કહે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.