6.Anatomy of Flowering Plants
medium

દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર વાહિએધાનું વિસ્તૃત વર્ણન કરો.

Option A
Option B
Option C
Option D

Solution

વાહિએધા (Vascular Cambium) : વર્ષનશીલ સ્તર કે જે વાહકપેશીઓ -જલવાહક (Xylem) અને અન્નવાહક (Phloem)ના નિર્માણ માટે જવાબદાર છે તેને વાહિએધા કહે છે.

તરુણ પ્રકાંડમાં જલવાહક અને અન્નવાહકની વચ્ચે એક સ્તર સ્વરૂપે ટુકડાઓ (Patches) માં તેની હાજરી હોય છે. ત્યારબાદ તે સંપૂર્ણ વલય (Ring)માં પરિણમે છે.

$(a)$ એધાવલયનું નિર્માણ (Formation of Cambial Ring) : દ્વિદળી પ્રકાંડમાં પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્નવાહકની વચ્ચે એધાના કોષો આવેલા હોય છે, તેને અંતઃપુલીય (Intrafascicular) એધા કહે છે. મેજર્જાશે કે મજાકિરણોના કોષો પુલીય એધાના સંપર્કમાં રહીને વર્ધમાન બને છે અને આંતરપુલીય એધાનું નિર્માણ કરે છે. આથી અંતઃપુલીય એધા અને આંતરડુલીય એધા (Interfascicular) જોડાઈ સળંગ એધાવલયનું નિર્માણ કરે છે.

$(b)$ એધાવલથી ક્રિયાશીલતા (Activity of Cambial Ring) : એધાવલય ક્રિયાશીલ બનતાં અંદરની અને બહારની એમ બંને બાજુએ વિભાજન પામી નવા કોષો ઉત્પન્ન થવાની શરૂઆત કરે છે.

મજ્જા તરફ વિભાજન પામતી એધાના કોષો દ્વિતીયક જલવાહકમાં પરિપક્વન પામે છે અને પરિવર્તી એધાના કોષો દ્વિતીયક અન્નવાહકમાં પરિપક્વન પામે છે.

સામાન્ય રીતે એધા એ બહારની બાજુ કરતાં અંદરની બાજુએ વધુ ક્રિયાશીલ હોય છે. જેને પરિણામે દ્વિતીય અન્નવાહકની સાપેક્ષે વધુ પ્રમાણમાં દ્વિતીયક જલવાહક ઉત્પન્ન કરે છે અને તેનો સંઘટિત જથ્થો (Compact Mass) બને છે. આ સ્થિતિએ દ્વિતીયક જલવાહક પ્રકાંડનો મુખ્ય ભાગ બને છે.

દ્વિતીયક જલવાહકના સતત નિર્માણ અને સંચયને લીધે દબાણ સર્જાય છે અને આ દબાણને કારણે પ્રાથમિક અન્નવાહક અને દ્વિતીયક અન્નવાહક ધીમે ધીમે કચડાઈ (Gradually Crushed) જાય છે.

પ્રાથમિક જલવાહક લાંબા સમય સુધી અને કેન્દ્રમાં કે કેન્દ્રની આસપાસ અકબંધ (યથાવતુ) રહે છે.

Standard 11
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.