તફાવત આપો.

$(a)$ નિપત્ર અને સહપત્રિકા $( \mathrm{Bract\,\, and\,\, Bracteole} )$

$(b)$ પુષ્પદંડ અને પુષ્પવિન્યાસદંડ $( \mathrm{Pedicel \,\,and \,\,Peduncle} )$ 

$(c)$ પુંકેસર અને વંધ્યપુંકેસર $( \mathrm{Stamen\,\, and\,\, staminoid} )$ 

$(d)$ શુંકી અને માંસલશુકી $( \mathrm{Spike \,\,and \,\,spadix} )$

$(e)$ પિનાધાર અને પર્ણદંડ $( \mathrm{Pulvinus \,\,and \,\,Petiole} )$

$(f)$ પરાગરજ અને પરાગપિંડ $( \mathrm{Pollen \,\,and \,\,Pollenium} )$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(a)$ નિપત્ર અને સહપત્રિકા (Bract and Bracteole).

- નિપત્ર : એ પર્ણ જેવી રચના છે. જેની કક્ષામાંથી પુષ્પ ઉત્પન્ન થાય છે. તે નાના અથવા શકી, લીલા અને રંગીન,સામાન્ય રીતે એકાકી હોઈ શકે છે.
સહપત્રિકા (Bracteole) : એ નિપત્ર જેવી રચના છે, જે પુષ્પદંડ ઉપર ઉત્પન્ન થાય છે.

$(b)$ પુખદંડ અને પુષ્પવિન્યાસદંડ (Pedicel and Peduncle) :

- પુષ્પદંડ (Pedicel) : પુષ્પની દેડીને પુષ્પદંડ કહે છે.

- પુષ્પવિન્યાસદડ (Peduncle) : આખા પુષ્પવિન્યાસના અક્ષને પુખવિન્યાસઈડ (અથ) કહે છે.

$(c)$ પુંકેસર અને વંધ્યપુંકેસર (Stamen and staminoid).

- પુંકેસર (Stamen) : પુખનું નર પ્રજનન અંગ (લઘુ બીજાણુપર્ણ) ને પુંકેસર કહે છે.

- વંધ્યપુંકેસર (staminoid) : વંધ્ય અથવા અલ્પવિકસિત પુંકેસરને વધ્યપુંકેસર (Staminoid) કહે છે.

$(d)$  શૂકી અને માંશલશૂકી (Spike and Spadix)

- શૂકી (Spike) : પુષ્પવિન્યાસ અક્ષ પર અદંડી પુખ્તો ગોઠવાયેલા હોય તો તે પુષ્પવિન્યાસને સૂકી કહે છે. ઉદા., અંધેડી.

- માંસલચૂકી (Spadix) : પુષ્પવિન્યાસ અશ્વ દળદાર અને માંસલ હોય અને તેના તલભાગે એકલિંગી અદંડી પુષ્પો ગોઠવાયેલા હોય છે. નર પુષ્પો માદા પુષ્પોની ઉપર તરફ ઉત્પન્ન થાય છે. નર અને માદા પુષ્પોની વચ્ચે ક્યારેક વંધ્ય પુષ્પોની હાજરી હોય છે, પુષ્પવિન્યાસ અક્ષ વિશાળ પર્ણ સંદેશ નિપત્ર (spathe)થી રક્ષાયેલો હોય છે. ઉદા., અળવી, કેળ વગેરે.

$(e)$ પિનાધાર અને પર્ણદંડ (Pulvinus and Petiole).

- પિનાધાર (Pulvinas) : પિનાધાર એ પર્ણતલ છે. તેનો નિકટવર્તી ભાગ જે ફૂલેલો હોય છે, જયાંથી પર્ણ પ્રકાંડ સાથે જોડાયેલ હોય છે.

- પર્ણદંડ (Petiole) : પર્ણદંડ એ નળાકાર કે અર્ધનળાકાર દાંડી જેવી રચના છે જે પર્ણતલ અને પર્ણપત્રને જોડે છે.

$(f)$ પરાગરજ અને પરાગપિંડ (Pollen and Pollenium)

- પરાગરજ (Pollen) : આવૃતબીજધારી વનસ્પતિના પુષ્પ લધુબીજાણુ છે, જે પરાગરજ તરીકે ઓળખાય છે.

- પરાગપિંડ (Pollenium) : એ જ પુણ્યનો પુંકેસરની પરાગરજના જથ્થાને પરાગપિંડ કહે છે. ઉદા. આકડો.

Similar Questions

લીલીમાં પુંકેસરો કેવા હોય છે ?

સાચી જોડ પસંદ કરો.

જ્યારે દલપત્ર કે વજ્રપત્રની ધાર એકબીજાને સ્પષ્ટ દિશા વિના આચ્છાદિત કરે તે સ્થિતિને .......

  • [NEET 2014]

ગળણી આકારનાં દલચક્રને ..........કહે છે.

સંખ્યાને આધારે પુંકેસરના પ્રકારો જણાવી ઉદાહરણ આપો.