રાસાયણિક ગુણધર્મોના આધારે ધાતુઓ અને અધાતુઓ વચ્ચે ભેદ પારખો.
રાસાયણિક ગુણધર્મો | ધાતુ | અધાતુ |
આયનનું નિર્માણ |
તેઓ વિદ્યુત ધન તત્ત્વો હોવાથી, ઇલેક્ટ્રૉન ગુમાવીને ધનાધન બનાવે છે. દા.ત., $Na \rightarrow Na ^{+}+ e ^{-}$ |
તેઓ વિદ્યુત ઋણ તત્ત્વો હોવાથી તે ઇલેક્ટ્રૉન મેળવીને ઋણાયન બનાવે છે. દા.ત., $Cl + e ^{-} \rightarrow Cl ^{-}$ |
આયનો ગુમાવવા |
તેમના સંયોજનોના વિદ્યુતવિભાજન દરમિયાન તેઓ કૅથોડ પરથી આયનો ગુમાવે છે. કૅથોડ પર $Na ^{+}+ e ^{-} \rightarrow Na$ (ધનાયન) |
તેમના સંયોજનોના વિદ્યુતવિભાજન દરમિયાન તેઓ કૅથોડમાંથી મુક્ત થાય છે. (અથવા હાઇડ્રોજન) કૅથોડ પર $2 H ^{+}+2 e ^{-} \rightarrow H _{2}(g)$ (ધનાયન) |
રિડક્શનકર્તા અથવા ઑક્સિડેશનકર્તા |
તેઓ રિડક્શનકર્તા હોવાથી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન પ્રદાન કરે છે. |
તેઓ ઑક્સિડેશનકર્તા હોવાથી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તે ઈલેક્ટ્રૉનનો સ્વીકાર કરે છે. |
ઑક્સાઇડનો સ્વભાવ |
ધાત્વિક ઑક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે. તેમાંથી કેટલાક પાણીમાં દ્રાવ્ય થઈને બેઝિક દ્રાવણ બનાવે છે. દા.ત., બેઝિક ઑક્સાઇડ : $K _{2} O ,\, Na _{2} O , \,CaO , \,MgO$ અને $CuO$ ઉભયગુણી ઑક્સાઇડ : $Al _{2} O _{3},\, PbO$ અને $ZnO$ |
અધાતુના ઑક્સાઇડ સ્વભાવે ઍસિડિક હોય છે. તેમાંના કેટલાક પાણીમાં દ્રાવ્ય થઈને ઍસિડિક દ્રાવણ બનાવે છે. દા.ત., ઍસિડિક ઑક્સાઇડ : $CO _{2}, SO _{2}, \,SO _{3},\, NO _{2}$ અને $P_2O_5$ તટસ્થ ઑક્સાઇડ : $CO ,\, NO , \,N _{2} O$ અને $H_2O$ |
એસિડ સાથે પ્રક્રિયા |
સક્રિય ધાતુ તત્ત્વો મંદ $HCl/H_2SO_4$ સાથે પ્રક્રિયા કરી ધાત્વીય ક્ષાર અને $H_2$ વાયુ બનાવે છે. $M +2 HCl \rightarrow MCl _{2}+ H _{2}( g )$ |
અધાતુ તત્ત્વો એ મંદ ઍસિડ સાથે પ્રક્રિયા કરી શકતા નથી. આમ તેઓ ઍસિડમાંથી $H^+$ આયનનું વિસ્થાપન કરીને ક્ષાર બનાવી શકતા નથી. |
હાઇડ્રાઇડનું નિર્માણ |
બધા જ ધાતુ તત્ત્વો હાઇડ્રોજન સાથે સંયોજાઈને હાઇડ્રાઇડ બનાવે છે (અપવાદ $Na$, $K$, $Ca$ જેવી સક્રિય ધાતુઓ) |
બધા જ અધાતુ તત્ત્વો હાઇડ્રોજન સાથે હાઇડ્રાઇડ બનાવે છે. |
તમને એક હથોડી, બૅટરી, ગોળો, તાર અને સ્વિચ આપેલા છે.
$(a)$ તમે તેમનો ધાતુઓ અને અધાતુ વચ્ચે ભેદ પારખવા કેવી રીતે ઉપયોગ કરી શકશો ?
$(b)$ ધાતુઓ અને અધાતુઓ વચ્ચેની આ પરખ કસોટીઓની ઉપયોગિતાનું મૂલ્યાંકન કરો.
નીચેનાં પદોને વ્યાખ્યાયિત કરો :
$(i)$ ખનીજ $(ii)$ કાચી ધાતુ (અયસ્ક) $(iii)$ ગેંગ
કઈ ધાતુઓ આસાનીથી કટાતી નથી ?
$(i)$ સોડિયમ, ઑક્સિજન અને મૅગ્નેશિયમ માટે ઈલેક્ટ્રોન-બિદુની રચના લખો.
$(ii)$ ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણ દ્વારા $Na_2O$ અને $MgO$ નું નિર્માણ દર્શાવો.
$(iii)$ સંયોજનોમાં કયાં આયનો હાજર છે ?
ધાતુ $M$ ના વિદ્યુતવિભાજનીય શુદ્ધીકરણમાં ઍનોડ, કૅથોડ અને વિદ્યુતવિભાજ્ય તરીકે તમે શું લેશો ?