એસિડની પ્રબળતાને અસરકર્તા પરિબળોની ઉદાહરણો સાથે ચર્ચા કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પ્રાયોગિક રીતે $pH$ ના મૂલ્ય ઉપરથી ઓસિડ-બેઈઝની પ્રબળતા નક્કી કરાય છે.

સૈદ્ધાંતિક રીતે એસિડના વિયોજન (આયનીકરણ) ની માત્રા (પ્રમાણા)નો આધાર $H-A$ બંધની પ્રબળતા અને ધ્રુવીયતાની ઉપર હોય છે, જેનાથી $[H$ $\left.{ }^{+}\right]$અને પ્રબળતા નિશ્ચિત થાય છે.

$(i)$ "જે $\mathrm{H}-\mathrm{A}$ બંધની પ્રબળતા ઘટે તો આ બંધ તોડવા જરૂરી ઊર્જા ઘટે છે અને ઝસિડ $\mathrm{HA}$ ની પ્રબળતા વધે છે.

$(ii)$ પરમાણુ $\mathrm{H}$ અને $\mathrm{A}$ ની વચ્ચે વિદ્યુતઋણતાનો તફાવત વધે તો $\mathrm{H}-\mathrm{A}$ બંધ વધારે ધ્રુવીય બને છે, વીજભારનું અલગીકરણ વધे છે અને $\mathrm{H}-\mathrm{A}$ બંધને તોડવાનું સરળ બને છે; જેના પરિણામે એસિડિકતા વધે છે. આમ બંધની ધ્રુવીયતા $\alpha$ વિદ્યુતઋણતાનો તફાવત $\alpha$ ઍસિડિક્તા

$(iii)$ એક જ આવર્તમાં $H-A$ ની પ્રબળતા : આવર્ત કોષ્કના એક જ આવર્તમાં $H-A$ બંધની ધ્રુવીયતાનું મૂલ્ય એસિડની પ્રબળતા નક્કી કર્તા પરિબળ છે. આર્વતમા જેમ $A$ ની વિદ્યુતઋણતા વધે છે તેમ ઓસિડની પ્રબળતા વધે છે. દા.ત.,

$\rightarrow \mathrm{A}$ ની વિદ્યુતઋણતા વધે છે $\rightarrow \mathrm{CH}_{4}<\mathrm{NH}_{3}<\mathrm{H}_{2} \mathrm{O}<\mathrm{HF} \rightarrow$ ઍસિડની પ્રબળતા વધે $\rightarrow$

એક જ સમૂહમાં ઍસિડિક પ્રબળતા : આવર્ત કોષ્ટકના એક જ સમૂહનાં તત્ત્વોની એસિડિક્તાની સરખામણી કરવામાં $H - A$ બંધની ધ્રુવીયતાના કરતા $H-A$ બંધની પ્રબળતા વધારે અગત્યનું પરિબળ છે. "સમૂહમાં નીયે જતાં $A$ નું કદ વધે છે તેમાં $H-A$ બંધની પ્રબળતા ઘટે છે અને એસિડની પ્રબળતા વધે છે."દા.ત.$A$ નું કદ વધે $\rightarrow \mathrm{HF}<<\mathrm{HCl}<\mathrm{HBr}<\mathrm{HI} \rightarrow$ એસિડની પ્રબળતા વધે $\rightarrow$

Similar Questions

$AOH$ અને $BOH$ બેઇઝના આઇનીકરણ અચળાંક ${K_{{b_1}}}$અને ${K_{{b_2}}}$છે. તેનો સંબંધ $p{K_{{b_1}}} < p{K_{{b_2}}}$છે. તો નીચેના બેઇઝના સંયુગ્મન પરથી કયુ સૌથી વધુ $pH$ દર્શાવતું નથી ?

$0.1$ $M$ $HCN$ ના દ્રાવણની $pH$ $5.2$ છે તો આ દ્રાવણ ${K_a}$ ગણો.

વિયોજન અચળાંક $K_a$ ના મૂલ્યો નીચે આપેલા છે

      ઍસિડ       $K_a$
      $HCN$       $6.2\times 10^{-10}$
      $HF$       $7.2\times 10^{-4}$
      $HNO_2$       $4.0\times 10^{-4}$

તો બેઇઝ  $CN^-,F^-$ અને $NO_2^-$ ની બેઝિક પ્રબળાતાનો સાચો વધતો ક્રમ જણાવો.

  • [JEE MAIN 2013]

$10^{-3}$$M$ $NH_4OH$ ના $pOH$ નું મુલ્ય શોધો. જો $K_b$ = $10^{-5}$

$0.001\,M $ એસિડીક એસિડની $pH$ $= .......$