7.Human Health and Disease
medium

શું તમે વિચારી શકો છો કે મિત્રો આલ્કોહૉલ ડ્રગ્સનું સેવન કરતા હોય? જો હા હોય તો તેને તેણીને તેના સેવનથી કેવી રીતે રક્ષિત કરી શકશો? 

Option A
Option B
Option C
Option D

Solution

નીચે જણાવેલ કેટલાક ઉપાય તરુણોમાં આલ્કોહૉલ અને ડ્રગ્સના ઉપયોગને અટકાવવા અને નિયંત્રણ માટે ઉપયોગી બની રહે છે :

$(i)$ સમવયસ્કોના બિનજરૂરી દબાણથી દૂર રહેવું : દરેક છોકરા ને છોકરીની પોતાની પસંદ અને વ્યક્તિત્વ હોય છે તેનો આદર કરવો જોઈએ અને તેને પ્રોત્સાહિત કરવું જોઈએ. બાળકને તેની ઇચ્છા વિરુદ્ધ અઘટિત પાલન કરવા કોઈ સીમા બાંધવી જોઈએ નહિ પછી ભલે તે ભણવા માટે, ખેલકૂદ માટે કે કોઈ અન્ય પ્રવૃત્તિ માટે હોય.

$(ii)$ શિક્ષણ અને પરામર્શન : સમસ્યાઓ અને તનાવનો સામનો કરવો અને નિરાશા કે અસફળતા મળવીએ જીવનનો જ એક ભાગ છે એવું સમજાવી તેનું શિક્ષણ અને પરામર્શન તેમને આપવું જોઈએ. એ પણ એટલું જ યોગ્ય છે કે બાળકની શક્તિને રમતગમત, વાચન, સંગીત, યોગ અને અન્ય ઈતર પ્રવૃત્તિ વગેરે દિશામાં વાળવી જોઈએ.

$(iii)$ માતાપિતા તેમજ સમવયસ્કોની મદદ લેવી : માતાપિતા તેમજ સમવયસ્કો (peers) પાસેથી તરત મદદ લેવી જોઈએ, જેથી તેઓ યોગ્ય માર્ગદર્શન આપી શકે. ગાઢ અને વિશ્વાસુ મિત્રોની સલાહ લેવી જોઈએ. યુવાનોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેમને યોગ્ય સલાહ આપવાથી પોતાની ચિંતા અને અપરાધ ભાવનાની અભિવ્યક્તિ કરવામાં તેમને મદદ મળશે.

$(iv)$ ભયજનક સંકેતો તરફ દૃષ્ટિ : સજાગ માતાપિતા અને શિક્ષકોએ ઉપર્યુક્ત ભયજનક સંકેતોને ઓળખી, તેની ચર્ચા કરવી જોઈએ. કોઈ વ્યક્તિ ડ્રગ્સ કે આલ્કોહોલનું સેવન કરતા માલૂમ પડે તો કોઈ પણ ખચકાટ વિના તેનાં માતાપિતા અને શિક્ષકના ધ્યાન પર આ બાબત લાવવી જોઈએ. ત્યાર બાદ બીમારીને ઓળખવા તથા તેની પાછળ છુપાયેલાં કારણો શોધવા માટે યોગ્ય ઉપાયો કરવા જોઈએ જેથી યોગ્ય સારવારનો આરંભ કરવામાં સહાયતા મળશે.

$(v)$ વ્યાવસાયિક અને આરોગ્યવિષયક સહાય લેવી : જે વ્યક્તિ દુર્ભાગ્યે ડ્રગ્સ / આલ્કોહૉલના કુપ્રયોગરૂપી સેવનમાં ફસાઈ ગઈ છે, એની મદદ માટે ઉચ્ચ લાયકાત ધરાવતા મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સકની ઉપલબ્ધતા અને વ્યસન છોડાવવા માટે તેમજ તેમના પુનરુત્થાન કાર્યક્રમો દ્વારા યોગ્ય સહાયતા મળે છે. આ પ્રકારની મદદ મળવાથી અસરગ્રસ્ત વ્યક્તિ તેના પૂરતા પ્રયત્નો અને દૃઢ મનોબળથી તેનું આ તંદુરસ્ત જીવન જીવી શકે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.