- Home
- Standard 11
- Physics
પાણીની વિશિષ્ટ ઉષ્મા વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરો અને કેલેરીની વ્યાખ્યા લખો.
Solution

ઉષ્માનો જૂનો એકમ કૅલરી હતો અને તેની વ્યાખ્યા નીચે મુજબ હતી.
"$1\,g$ પાણીનાં તાપમાનમાં $1^{\circ} C$ જેટલો વધારો કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને એક કેલેરી કહેવાતી હતી. પાણીની વિશિષ્ટ ઉષ્મા, તાપમાન સાથે થોડી બદલાય છે. તેથી કેલરીની ચોક્કસ વ્યાખ્યા માટે, તાપમાનનો એકમ ગાળો દર્શાવવો જરૂરી છે.
"કેલેરીની ચોક્કસ વ્યાખ્યા : "$1\,g$ પાણીનું તાપમાન $14.5^{\circ} C$ થી $15.5^{\circ} C$ સુધી વધારવા માટે જરૂરી ઉપ્માના જથ્યાને એક કૅલેરી કહે છે."
કૅલેરીનો એકમ $J$ છે.
પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતાનું મૂલ્ય $418\, Jkg ^{-1} K ^{-1}$ એટલે કે $4.18,Jg ^{-1} K ^{-1}$ $W = JH$ પરથી $1$ કૅલેરી ઉષ્મા ઉત્પન્ન કરવા માટે જરૂરી કાર્યને ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક $J$ કહે છે. $\therefore W = J [\because H =1$ કૅલેરી]
આમ ઉષ્માના બે એકમો જૂલ અને કેલેરી છે અને તેમના રૂપાંતરણ માટે $1$ કેલેરી $=4.186 J$ ઉષ્માની જરૂર પડે છે.