- Home
- Standard 12
- Biology
લઘુબીજાણુધાનીની આકૃતિ દોરો અને તેના દીવાલના સ્તરોનું નામ-નિર્દેશન કરો અને દીવાલના સ્તરો વિશે ટૂંકમાં લખો.
Solution

વિશે ટૂંકમાં લખો. અનુપ્રસ્થ છેદમાં લાક્ષણિક લઘુબીજાણુ રૂપરેખામાં ગોળાકાર જોવા મળે છે. તે ચાર દીવાલો દ્વારા આવરિત હોય છે. તેમાં નીચે પ્રમાણે ચાર સ્તરો આવેલ છે :
$(a)$ અધિસ્તર $:$ તે સૌથી બહારની બાજુએ આવેલ રક્ષણાત્મક સ્તર છે. તેની ફરતે ફેલાયેલાં ચપટાં કોષોનું બનેલ છે. કોષો ચુસ્ત રીતે ગોઠવાયેલાં હોય છે અને તેઓની દીવાલ જાડી હોય છે કે જે પરાગાશયના સ્ફોટન સમયે મદદરૂપ થાય છે.
$(b)$ તંતુમય સ્તર એન્ડોથેસિયમ $:$ તે અધિસ્તરની નીચે આવેલ છે. તે સ્તર અરીય રીતે તંતુમય સ્થૂલનો દ્વારા ખેંચાયેલ હોય છે. પુખ્તાવસ્થાએ આ કોષો પાણી ગુમાવે છે અને ખેંચાય છે અને પરાગાશયના સ્ફોટનમાં મદદ કરે છે.
$(c)$ દીવાલના સ્તરો $:$ તેઓ તંતુમય સ્તર (એન્ડોથેસિયમ) અને પોષકસ્તરની વચ્ચે આવેલ છે. તેઓ પાતળી દીવાલવાળા એકથી પાંચ સ્તરમાં આવેલ છે. તેઓ પણ પરાગાશયના સ્ફોટનમાં મદદ કરે છે.
$(d)$ પોષકસ્તર $:$ દીવાલના સ્તરોનું સૌથી અંદરનું સ્તર છે. તેઓ મોટી, પાતળી કોષદીવાલ; ઘટ્ટકોષરસ અને એક કરતાં વધુ કોષકેન્દ્રો તેમાં જોવા મળે છે તે પોષક સ્તર છે અને પોષણ પૂરું પાડતી પેશી છે તે વિકાસ પામતી પરાગરજોને પોષણ પૂરું પાડે છે.
લઘુબીજાણુધાનીની મધ્યમાં સઘન રીતે ગોઠવાયેલાં સમજાત કોષો ધરાવે છે. જેને બીજાણુજનક પેશી કહે છે. તે અર્ધીકરણથી વિભાજન પામી પરાગચતુષ્ક બનાવે છે. આ પ્રક્રિયાને લઘુબીજાણુજનન કહે છે.
Similar Questions
સાચી જોડ ગોઠવો.
કોલમ $I$ |
કોલમ $II$ |
$(A)$ ટેપટમ |
$(i) $ વિકાસ દરમ્યાન અવનત પામે |
$(B)$ અંત આવરણ |
$(ii)$ પ્રતિરોધક કાર્બનીક રસાયણ |
$(C)$ વાનસ્પતીક કોષ |
$(iii)$ પરાગનલીકા |
$(D)$ સ્પોરોપોલેનીન |
$(iv)$ પરાગરજને પોષણ આપે |