5.Molecular Basis of Inheritance
medium

ઉદવિકાસીય ગાળા દરમિયાન જનીન દ્રવ્ય તરીકે $RNA$ ના બદલે $DNA$ ની પસંદગી થઈ. સૌપ્રથમ જનીન દ્રવ્ય તરીકે અણુના માપદંડોની ચર્ચા કરો અને જૈવરાસાયણિક રીતે $DNA$ અને $RNA$ નો તફાવત જણાવો. 

Option A
Option B
Option C
Option D

Solution

જે અણુ નીચેના માપદંડો સંતોષતો હોય તે જ જનીનદ્રવ્ય તરીકે વર્તી શકે :

$(i)$ તે પોતાના જેવી જ પ્રતિકૃતિ (replication) બનાવવામાં સક્ષમ હોવો જોઈએ. 

$(ii)$ તે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ.

$(iii)$ ઉદ્વિકાસ માટે જરૂરી ધીમા ફેરફારો (mutation) માટેની તક પૂરી પાડી શકે તેવું હોવું જોઈએ.

$(iv)$ 'મૅન્ડેલિયન લક્ષણો' નાં રૂપમાં તે પોતાની જાતે અભિવ્યક્ત થઈ શકતું હોવું જોઈએ.

          જો કોઈ બેઇઝ જોડ અને પૂરતાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને પરીક્ષણ કરે છે ત્યારે તેને જોવા મળશે કે બંને ન્યુક્લિઇક ઍસિડ ( $DNA$ અને $RNA$ ) એ દ્વિકૃત (duplication) થવાની ક્ષમતા ધરાવે છે. સજીવ તંત્રમાં અન્ય અણુઓ જેમકે પ્રોટીન ઉપરના માપદંડને પૂર્ણ કરવા માટે અસફળ છે.

          આનુવંશિક પદાર્થ એટલો સ્થાયી હોવો જોઈએ કે, જીવનચક્રની વિવિધ અવસ્થાઓ, ઉંમર અથવા સજીવની શારીરિક ક્રિયામાં પરિવર્તન થવા છતાં પણ તેમાં કોઈ પરિવર્તન થવું જોઈએ નહિ.

આનુવંશિક દ્રવ્યનું સ્થાયીપણું એ જનીન દ્રવ્યનો એકમાત્ર ગુણધર્મ છે જે ગ્રિફિથના 'રૂપાંતરણ સિદ્ધાંત' થી સ્પષ્ટ છે, જેમાં ગરમીથી બૅક્ટેરિયાનું મૃત્યુ થઈ જાય છે પરંતુ આનુવંશિક દ્રવ્યના કેટલાક ગુણધર્મો નષ્ટ થઈ શકતાં નથી. $DNA$ ના પરિપ્રેક્ષ્ય પરથી એ વાત સારી રીતે સમજી શકીએ છીએ કે, $DNA$ ની બંને શૃંખલાઓ એકબીજાની પૂરક હોય છે. જ્યારે ગરમીથી બંને શૃંખલાઓને અલગ કરવામાં આવે છે, ત્યારે યોગ્ય પરિસ્થિતિ મળવાથી તે એકબીજા સાથે જોડાઈ જાય છે.

વળી $RNA$ ના પ્રત્યેક ન્યુક્લિઓટાઇડ પર $2'-OH$ પ્રતિ ક્રિયાશીલ સમૂહ જોવા મળે છે, અને તે $RNA$ ને અસ્થિર તથા સરળતાથી વિઘટિત થાય તેવું બનાવે છે. આમ $RNA$ ઉત્સેચકીય (ઉદીપકીય) તરીકે પણ ઓળખાય અને આથી તે પ્રતિ ક્રિયાશીલ બની $RNA$ ની સાપેક્ષે $DNA$ રાસાયણિક દૃષ્ટિએ ઓછો સક્રિય અને રચનાત્મક દૃષ્ટિએ વધુ સ્થાયી હોય છે. 

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.