તત્ત્વ $X,$ $XCl_2$ સૂત્ર ધરાવતો ક્લોરાઇડ બનાવે છે, જે ઊચું ગલનબિંદુ ધરાવતો ઘન પદાર્થ છે. $X$ મહદંશે એવા સમાન સમૂહમાં હશે કે જેમાં ...... હશે.
$Na$
$Al$
$Si$
$Mg$
નાઇટ્રોજન (પરમાણ્વીય-ક્રમાંક $7$) તથા ફૉસ્ફરસ (પરમાણ્વીય-ક્રમાંક $15$) આવર્તકોષ્ટકના સમૂહ $15$ ના સભ્યો છે. આ બંને તત્ત્વોની ઇલેક્ટ્રૉનીય રચના લખો. આમાંથી કયું તત્ત્વ વધુ વિદ્યુતઋણમય હશે ? શા માટે ?
ડોબરેનરના વર્ગીકરણની મર્યાદાઓ શું છે ?
આવર્તકોષ્ટકમાં ત્રણ તત્ત્વો $A$, $B$ તથા $C$ નું સ્થાન નીચે દર્શાવેલ છે-
સમૂહ $16$ | સમૂહ $17$ |
- | - |
- | $A$ |
- | - |
$B$ | $C$ |
$ (a)$ $C$ નું કદ $B$ કરતાં મોટું હશે કે નાનું ?
$(b)$ તત્ત્વ $A$ કયા પ્રકારના આયન-ધનાયન કે ઋણાયન બનાવશે ?
મેન્ડેલીફના આવર્તકોષ્ટકનો ઉપયોગ કરી નીચેનાં તત્ત્વોના ઑક્સાઇડનાં સૂત્રોનું અનુમાન લગાવો : $K,\, C,\, Al,\, Si,\, Ba$.
કયા તત્ત્વમાં
$(a)$ બે કક્ષાઓ છે તથા બંને ઇલેક્ટ્રૉનથી સંપૂર્ણ ભરાયેલ છે ?
$(b)$ ઇલેક્ટ્રૉનીય રચના $2$, $8$, $2$ છે ?